સોમવાર, 26 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:04 IST)

Laila Majnu Movie Review: ફ્રેશ છે લૈલા મજનૂ, એકવાર જરૂર જોવી જોઈએ

પ્રેમનું ઊંડાણ બતાવવા માટે ન જાણે ક્યારથી લૈલા મજનુ હીર રાંઝા અને શીરી ફરહાદના ઉદાહરણ આપવામાં આવી રહ્યા છે. આ લવ સ્ટોરીઓ વિશે આપણે બધા ક્યારેય ને ક્યારેય સાંભળી ચુક્યા છે. ઈમ્તિયાઝ અલીના ભાઈ સાજિદ અલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ લૈલા મજનૂની પણ એ જ સ્ટોરી છે જે પહેલા પણ મોટા પડદા પર આવી ચુકી છે. 
 
આ નવી લૈલા મજનૂની સ્ટોરી કાશ્મીર બેસ્ટ છે. તૃપ્તિ ડિમરી ફિલ્મમાં લૈલાના પાત્રમાં છે અવિનાશ તિવારી મજનૂના પાત્રમા૴ લૈલા કાશ્મીરના એક સન્માનિત વ્યક્તિની પુત્રી છે. અને કૈસ પણ એ જ શહેરના શ્રીમંત વ્યક્તિનો પુત્ર છે. કૈસની છબિ આખા શહેરમાં એક બગડેલા રઈસજાદાના રૂપમાં જાણીતા છે. તો બીજી બાજુ લૈલા પોતાના પિતાની લાડકી છે. આઝાદ વિચારો ધરાવતી લૈલા મસ્તમૌલા જેવી યુવતી છે.  થોડી ચાલાક છે જેને છોકરાઓને પોતાની પાછળ ચક્કર મરાવવા પસંદ છે.  આવુ જ કંઈક કરતા કરતા તેની મુલાકત કૈસ સાથે થાય છે. કૈસ લેલાને જોતા જ તેના પ્રેમમાં પડી જાય છે. લૈલા પણ કૈસને અજમાવવાના ઈરાદાથે તેની સાથે વાતચીત કરે છે પણ પછી તેને પણ કૈસ સાથે પ્રેમ થઈ જાય છે. અહી સુધી તો બધુ ઠીક ઠાક ચાલે છે. પણ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બંનેને એ અહેસાસ થાય છે કે તેમનો પરિવાર તેમના સંબંધોને મંજુરી નહી આપે કારણ કે તેઓ બંને પહેલાથી જ કોઈ જમીનના સૌદાને લઈને એકબીજાના દુશ્મન બની ચુક્યા હોય છે.  આ દુશ્મનીની આગમાં ઘી નાખવાનુ કામ કરે છે સુમિત કૌલ 
 
લૈલાના પરિવારના લોકો લૈલાને કૈસથી દૂર કરાઅ માટે તેના લગ્ન કરી નાખે છે. ત્યારબાદ ફિલ્મની અસલી સ્ટોરી શરૂ થાય છે. જ્યારે કૈસની મોહબ્બત જુનૂનની જેમ તેના માથા પર સવાર થઈ જાય છે.  કૈસ લૈલાને તેના નસીબના ભરોસે છોડીને ચાલ્યો જાય છે. 4 વર્ષ પછી જ્યારે તે પરત ફરે છે તો સંજોગ થોડા એવા બની જાય છે કે લૈલા તેની પાસે ફરી આવવા તૈયાર થઈ જાય છે.  ધીરે ધીરે લૈલાની રાહ જોવી કૈસને ભારે પડતી જાય છે અને તે કૈસમાંથી મજનૂ એટલે કે પાગલ જેવો થઈ જાય છે. 
 
ફિલ્મની સ્ટોરી વર્તમાન કૉન્ટેક્ટની છે જેમા લૈલા અને કૈસ બંને જ શ્રીમંત ઘરના છે. શરૂઆતના 20 મિનિટ તમને થોડી બોરિંગ જરૂર લાગશે. કારણ કે આ દરમિયાન સ્ટોરી ફક્ત આગળ વધતી દેખાય રહી છે.  સ્ટોરી વર્તમાનના કાશ્મીર પર આધારિત છે તે શરૂઆતમાં એ માટે અનુભવાય છે કારણ કે ફિલ્મના કેરેક્ટર્સ ફાલતૂ અંગ્રેજી બોલતા હોય એવુ લાગે છે. ફિલ્મની શરૂઆતમાં જ લખાયેલુ આવ્યુ છેકે ફિલ્મ કોઈપણ પ્રકારની મહિલા હિંસાને પ્રોત્સાહિત નથી કરતી પ્ણ એક ડાયલોગમાં રેપ જેઆ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બિલકુલ યોગ્ય નથી. ફિલ્મોમાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ 
 
વાત કરીએ એક્ટિંગની તો અવિનાશ તિવારી મજનૂના પાત્રને જીવંત કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મના બીજા હાફમાં તેમની એક્ટિંગ લાજવાબ છે. અવિનાશના મુકાબલે તૃપ્તિ ખૂબ કમજોર લાગે છે. અનેક સ્થાન પર તેના એક્શપ્રેશન્સ ખૂબ જ ફેક લાગે છે. ફિલ્મના બાકી પાત્રોએ પણ પોતાનો અભિનય ઠીક કર્યો છે.  ફિલ્મ વર્તમાનના લૈલા મજનૂ પર આધારિત છે તેથી તેની એક વાત ખટકે છે કે  કૈસ જ્યારે ડિપ્રેશનમાં જાય છે તો તેના મિત્ર તેને કોઈ ડોક્ટરને બતાવવાને બદલે ઘરમાં કૈદ કરી મુકે છે.  ફિલ્મની શરૂઆતમાં લૈલા બતાવાયે છે તેનાથી એ લાગી રહ્યુ છે કે તેની એક્ટિંગથી વધુ તેની લિપસ્ટિક પર ફોકસ કરવામાં આવ્યુ છે.  છતા પણ ફિલ્મના લીડ્સ સ્ક્રીન પર તાજગીનો અહેસાસ કરાવે છે. 
 
ફિલ્મનુ ડાયરેક્શન ઈમ્તિયાજ અલીના ભાઈ સાજિદ અલીએ કર્યુ છે. ઈમ્તિયાજ અલી ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યૂસર છે. પણ ફિલ્મમાં તમને ઈમ્તિયાજવાળુ ફીલ વચ્ચે થતુ રહેશે.  જે પ્રકારના મ્યુઝિકનો ફિલ્મમાં ઉપયોગ થયો છે અને જે રીતે તેને કાશ્મીરની લોકેશંસ પર શૂટ કરવામાં આવ્યુ છે તેને જોઈને ફિલ્મ રૉકસ્ટારની યાદ આવવા માંડે છે.  કૈસના પાત્રમાં જે રીતે દિવાનગી અવિનાશને દેખાઈ છે તે થોડી રોકસ્ટારન જોર્ડન જેવી લાગે છે. જો તમને રોમાંટિક ફિલ્મ પસંદ છે તો એકવાર ફિલ્મ જોઈ શકાય છે.  ફિલ્મના મ્યુઝિકને પહેલાથી જ લોકો પસંદ કરી રહ્યા છે. ગીત પણ ઠીક લખ્યા છે. 
 
ફિલ્મ રિવ્યુ - લૈલા મજનૂ 
સ્ટાર્સ - અવિનાશ તિવારી, તૃપ્તિ ડિમરી 
ડાયરેક્ટર - સાજિદ અલી 
સંગીત - સુનિધિ ચૌહાણ નીલાદ્રી કુમાર જોય બરુઆ 
રેટિંગ 2/5