શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated :નવીદિલ્હી. , શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (17:53 IST)

Movie Review: ભયને લીધે ચીસ નહી નીકળે પણ લોટપોટ કરી દેશે રાજકુમાર-શ્રદ્ધાની 'સ્ત્રી'

ઓગસ્ટ મહિનાના અંતિમ દિવ્સે બોક્સ ઓફિસ પર બે કોમેડી ફિલ્મો એકસાથે રજુ થઈ છે. કોમેડી ફિલ્મોની બોલીવુડમાં સફળતાની ગેરંટી 99 ટકા રહે છે અને બોક્સ ઓપિસના રેકોર્ડ જોઈએ તો કોમેડી અને હોરરનુ મિક્સર મોટેભાગે બોક્સ ઓફિસ પર દર્શકોને ગમે છે. આવામાં આ અઠવાડિયે હોરર-કોમેડીની કૉકટેલ લઈને આવ્યા છે નિર્દેશક  અમર કૌશિક જેમા રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી જેવા બેસ્ટ કલાકારની જોડી એકવાર ફરી જોવા મળી રહી છે.  રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મ શુક્રવારે રાજકુમાર રાવના જન્મદિવસે જ રજુ થઈ છે.  જો તમે આ અઠવાડિયે કોઈ વીકેંડ પ્લાન બનાવી રહ્યા છો તો હુ જરૂર કહી શકુ કે આ ફિલ્મ તમારા પ્લાનમાં જરૂર સામેલ હોવી જોઈએ. 
 
સ્ટોરી - સ્ત્રી સ્ટોરી છે ચંદેરી શહેરની.. જ્યા લગભગ દરેક ઘરની બહાર લખ્યુ છે ઓ સ્ત્રી કલ આના.. ઉલ્લેખનીય છે કે આ શહેરમાં દર વર્ષે ચાર દિવસે દેવીની પૂજાનો ઉત્સવ ઉજવાય છે અને આ ચાર દિવસમાં અહી એક સ્ત્રીનુ ભૂત આવે છે જે શહેરના પુરૂષોને ઉઠાવીને લઈ જાય છે અને તેમના ફક્ત કપડા જ બચેલા છોડે છે. આ સ્ત્રીના ભયને કારણે ચાર દિવસ ઉધી અહી દરેક પુરૂષ રાત્રે ઘરેથી નીકળતા ગભરાય છે.  આ શહેરમાં વિક્કી જે એક દરજી છે. વિક્કી પોતાના કામમાં એટલો હોશિયાર છે કે તે સ્ત્રીઓને જોઈને જ તેમનુ માપ લઈ લે છે. અને તેને ચંદેરીનો મનીષ મલ્હોત્રા કહેવામાં આવે છે. આ વિક્કીને એક એવી છોકરી (શ્રદ્ધા કપૂર) મળે છે જે ફક્ત આ પૂજાના ચાર દિવસો દરમિયાન જ ગામમાં આવે છે.  હવે આ ગામમાંથી આ સ્ત્રીનો પડછાયો  હટે છે કે નહી કે અહીના પુરૂષોને સ્ત્રીથી કોઈ બચાવી શકશે કે નહી એ જોવા માટે આપને સિનેમાઘરમાં જવુ પડશે. 
 
રિવ્યુ - આ ફિલ્મ વિચિત્ર પણ અસલી ઘટના પર આધારિત છે. ફિલ્મના પ્રથમ સીનથી જ તમને તેના હોરર અંદાજનો આનંદ આવવા માંડશે.  પણ એક સ્ત્રીની આત્માના ભયના કારણે પુરૂષોનુ આ ટોળુ તમને જોરદાર રીતે હસાવશે પણ. મોટાભાગે હોરર કોમેડી ફિલ્મોમાં દર્શકોને હસાવવા અને ડરાવવાના મિશ્રણમાં લોજીક જેવુ કશુ નથી હોતુ.  પણ આ ફિલ્મની સૌથી મોટી સફળતા એ છે કે આ એક દમદાર વિષયને મજેદાર રીતે બતાવી રહી છે. સ્ત્રીઓની ઈજ્જત કરવા અને તેમની ઈચ્છાને સન્માન જેવા વિષયને આ ફિલ્મમાં હસાવતા હસાવતા પણ ખૂબ સટીકતાથી બતાવ્યો છે.  ફિલ્મ ક્યાય પણ પોતાના વિષય અને લાઈનથી ભટકથી નથી. જે સારી વાત છે. 
 
ડાયલોગ મિસ ન કરશો 
 
સ્ત્રી ની અસલી વાત તો તેના કલાકારોની એક્ટિંગ અને તેમના દમદાર ડાયલોગમાં છે.  ફિલ્મમાં એક સ્થાન પર ડરેલા અપારશક્તિ ખુરાના કહે છે કે શોર મત કરો સ્ત્રી પકડ લેગી. તો તેના પર પંકજ ત્રિપાઠી કહે છે .. ચૂપ એ સ્ત્રી છે પુરૂષ નહી જે આપણી મંજુરી વગર જ ઉઠાવીને લઈ જશે. એ અવાજ લગાવીને પૂછે છે, યસ મતલબ યસ ત્યારે ઉઠાવે છે... ફિલ્મમાં આવા અનેક ડાયલોગ છે જે સિચ્યુએશનના આધાર પર તમને હસાવશે અને વિચારવા મજબૂર કરી દેશે. બીજી બાજુ રાજકુમાર રાવને સમજાવતા તેમના પિતાનો આખો સંવાદ ખૂબ મજેદાર છે. 
 
જોરદાર છે કૉમિક ટાઈમિંગ 
 
એક્ટિંગની વાત કરીએ તો રાજકુમાર રાવ એક જોરદાર અભિનેતા છે. અત્યાર સુધી અનેક ફિલ્મો દ્વારા આ સાબિત થઈ ચુક્યુ છે પણ તેમને જ્યારે પણ જોવામાં આવે છે તેઓ એકદમ ફ્રેશ લાગે છે. આ ફિલ્મમાં પણ તમને રાજકુમારથી વધુ વિક્કી જોવા મળશે. તેમની કોમિક ટાઈમિંગ જોરદાર છે. બીજી બાજુ પંકજ ત્રિપાઠી એક મજેદાર અંદાજમાં જોવા મળે છે અને ફિલ્મમાં પણ શાનદાર લાગે છે. વિક્કીના મિત્રના રૂપમાં જોવા મળેશ અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ ફિલ્મમાં પોતાના પાત્રો સાથે પુરો ન્યાય કરતા જોવા મઑયા છે. સ્ત્રીમાં શ્રદ્ધા કપૂર ખૂબ જ સુંદર દેખાય છે.