શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (18:20 IST)

Movie Review: હસી-મજાકમાં જબરિયા જોડીએ બતાવ્યો ગંભીર મુદ્દો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપડાની ફિલ્મ જબરિયા જોડી શુક્રવારે રજુ થઈ ગઈ છે.  આ ફિલ્મ દ્વારા બંને બીજીવાર સાથે કામ કરી રહ્યા છે. જબરિયા જોડીની વાત કરીએ તો આ ફિલ્મ બિહાર અને ઉત્તર પ્રદેશમાં થનારા પકડવા વિવાહ પર આધારિત છે. 
 
સ્ટોરી 
બિહારના એક દબંગ હુકમ સિંહ (જાવેદ જાફરી) જબારિયા જોડીના માફિયાગીરી કરે છે અને તેના મુજબ આ એક સમાજ સેવા છે. જેનાથી દહેજથી બચી શકાય છે. તેના આ ધંધામાં ન ઈચ્છવા છતા પણ તેમનો પુત્ર અભય સિંહ (સિદ્ધાર્થ મલ્હોત્રા)પણ આવી જાય છે.   આ દરમિયાન અભયની મુલાકત બબલી યાદવ (પરિણિતી) સાથે થાય છે. જે કે મધ્યમ વર્ગીય પરિવારની પુત્રી છે. પણ સ્વભાવથી દબંગ છે. આ બંનેની મુલાકાત એક લગ્ન દરમિયાન થાય છે અને બબલી અભયને પ્રેમ કરી બેસે છે. ત્યારબાદ કંઈક એવુ થાય છે કે આખી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવી જાય છે. 
 
રિવ્યુ - ફિલ્મનો પ્રથમ પાર્ટ ખૂબ મજેદાર છે. જોરદાર ડાયલોગ્સ અને કોમેડીથી જ્યા પ્રથમ પાર્ટ ખૂબ ઈટ્રેસ્ટિંગ હતો. તો બીજો પાર્ટ થોડો ફીકો પડી જાય છે. બીજા પાર્ટમાં પહેલા પાર્ટ જેટલુ કનેક્શન નથી બની શ્સક્યુ. વચ્ચે વચ્ચે ફિલ્મ થોડી સમજથી બાહર થઈ રહી હતી. જેનાથી જે મજા પ્રથમ પાર્ટને જોઈને આવી રહ્યો હતો તે બીજા પાર્ટમાં ન આવ્યો. ફિલ્મને ખૂબ લાંબી કરી દીધી છે. જ્યારે કે તેને 2 કલાકમાં ખતમ કરી શકાતી હતી. સેકંડ હાફમાં એવા ઘણા સીન્સ હતા જે બળજબરી પૂર્વક ઘુસાડવામાં આવ્યા હોય તેવા લાગ્યા. 
એકટિંગની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપડાએ બિહારી ચરિત્રમાં ખુદને ઢાળવાનો પ્રયત્ન કર્યો પણ બંને એ ફીલ્ન લાવી શક્યા.  સપોર્ટિંગ કાસ્ટમાં અપારશક્તિ ખુરાના, જાવેદ જાફરી, સંજય મિશ્રા, નીરજ સુજ જેવા કલાકારોએ પોતાનુ કામ સારી રીતે કર્યુ. ફિલ્મના સપોર્ટિંગ સ્ટાર્સ પોતાના રોલને જસ્ટિફાઈ કરવામાં સફળ રહ્યા.