રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: વોશિંગટન. , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (12:14 IST)

અમેરિકન નાગરિકો સાવધાન:વિદેશી વિભાગ

PTIPTI

અમેરિકાના વિદેશી વિભાગે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલના પગલે ભારત આવી રહેલા અમેરિકન નાગરિકોને સાવધ રહેવા કહ્યુ હતું.

અમેરિકાના વિદેશી વિભાગે પ્રસારિત કરેલ એક વક્તવ્યમાં કહ્યુ હતુ કે મુંબઈમાં હોટલ, રેલવે સ્ટેશન, રેસ્ટોરંટ, અને હોસ્પિટલમાં આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે, અને હજી પણ આતંકવાદીઓનો કહેર ચાલુ જ છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા ચિંતાજનક બની છે. તેમાં કહેવાયુ હતુ કે અમેરિકન નાગરિકો વિશેષરૂપે નિશાનો બની શકે છે.

વિદેશ વિભાગે અમેરિકન નાગરિકોને વિનંતિ કરી હતી,કે તેઓ ઓછામાં ઓછા 48થી 72 કલાક સુધી ભારત પ્રવાસ મોકૂફ રાખે.

ભારતમાં રહેલા અમેરિકન નાગરિકો ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહે, અને આવતા જતા સાવચેત રહે. જે સ્થળે તેઓ જવાના હોય તે સ્થળના વાતાવરણની માહિતી રેડિયો, ટેલિવિઝન, અને અખબાર દ્વારા મેળવી લે. આ ચેતવણીનું આ વર્ષે 31 ડિસેમ્બર સુધી પાલન કરવા વિનંતી કરી હતી.