રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (12:10 IST)

આંતકથી મૃતકોનો આંકડો 121 થયો

બિનસત્તાવાર આંકડો વધુ હોઇ શકે છે

મુંબઇમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા વધુ 14 લોકોએ છેલ્લા 12 કલાકમાં દમ તોડતાં મૃતકોની સંખ્યા 121 પહોંચી છે.

અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ આ હુમલામાં માર્યા ગયેલા 121 લોકોમાં 14 પોલીસ કર્મી હતા જેમાં આતંકવાદ નિરોધક દળના પ્રમુખ હેમંત કરકરે, એ.સી.પી અશોક કામ્ટે અને એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ વિજય સાલસકરનો સમાવેશ થાય છે. માર્યા ગયેલાઓમાં આઠ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત સુરક્ષા બળના ઓપરેશનમાં સાત આતંકવાદીઓને ઠાર કરાયા હોવાનું તેમજ બેને ગત રાતે ઠાર કરાયાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરની વિવિધ હોસ્પિટલોમાં 279 ઘાયલોને દાખલ કરાયા છે. જેમાં 24 પોલીસ કર્મીઓ અને 22 વિદેશી નાગરિકો છે.