રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (16:10 IST)

આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા

તાજ હોટલમાં મોતનું તાંડવ

દેશના આર્થિક પાટનગર મુંબઇમાં ગત રાતે વિવિધ સ્થળોએ બોમ્બમારો તથા ગોળીબારી કર્યા બાદ હોટલ તાજમાં સંતાઇ ગયેલા આતંકીઓએ 60થી80 જેટલા બંધકોને ફુંકી માર્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

મુંબઇની પાચ તારક તાજ હોટલમાં સંતાઇ ગયેલા આતંકીઓને ઝડપી લેવા માટે મુંબઇ પોલીસ તથા સેનાના જવાનો રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે આતંકીઓએ હોટલમાં બંધક બનાવેલા 60થી80 લોકોને ગ્રેનેડ તથા ગોળીબારી કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં 5 હોટલના રસોઇયા, 17 કર્મચારીઓ તથા અન્ય સહેલાણીઓનો સમાવેશ થાય છે.

વિદેશી આતંકી
હોટલ તાજમાં સંતાઇ નિર્દોષ વ્યકિતઓને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓ વિદેશી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે. પોલીસ તથા જવાનો આ આતંકીઓને ઝબ્બે કરવા માટે ઓપરેશન કરી રહ્યા છે.

સમુદ્રી માર્ગે આવ્યા
મુંબઇને ઘમરોળનાર આંતકીઓ વિદેશી હોવાનું તથા સમુદ્રી માર્ગે દેશમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કરાંચીથી ગુજરાતના માર્ગે આ આતંકીઓ મુંબઇ આવ્યા હતા.