રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (16:49 IST)

કરાંચી-મુંબઈ વાયા ગુજરાત

લશ્કર એ તૈયબાના આતંકવાદી

મુંબઈમાં બુધવાર મોડી રાત્રે આતંકનો કાળો કેર ફાટી નિકળ્યો હતો. જ્યા જુઓ ત્યાં બોમ્બ અને ગોળીઓનો વરસાદ થતો હતો અને મુંબઈ ખાસ કરીને ગેટ વે ઓફ ઈંડિયામાં મોતના કાળા વાદળો છવાયા હતાં. હાલમાં પણ આતંકવાદીઓના હુમલાઓ ચાલુ છે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમણે કરાચી બંદરગાહથી ભારતમાં સમૂદ્રમાર્ગે પ્રવેશ કર્યો હતો.

આતંકવાદીઓનો આ કાફલો મોતના સામાન સાથે કરાચીથી ઝહાજ નીકળેલું. ત્યાંથી એક બોટ દ્વારા મોતના સામન સાથે મુંબઈમાં ગેટવે ઓફ ઈંડિયામાં માછીમારોની વસ્તી પાસે પહોચી ગયા હતાં.

ત્યાનાં સ્થાનિક માછીમારોએ કહેવુ છે કે તેઓએ જ્યારે તેમને પુછ્યુ કે તેઓ કોણ છે તો આતંકવાદીઓએ જણાવ્યુ કે તેઓ વિદ્યાર્થીઓ છે. અને ત્યાથી તેઓ જુદીજુદી દિશામાં જતાં રહ્યા.

હાલમાં મળેલી બાતમી અનુસાર ગુજરાત નેવીએ ઝહાજનો ઘેરો ઘાલ્યો છે. જેની સાથે સાથે હોટેલ તાજમાં 19મો વોસ્ફોટ થયો છે. સાથે સાથે ઓબેરોય અને નરીમાન હોટેલમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનો આતંકીઓ સામે લડત આપી રહ્યા છે.