શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:43 IST)

તાજનું સમારકામ ઇન્ટેક કરશે !

મુંબઇમાં આતંકીઓએ કરેલા હુમલામાં શિકાર બનેલ તાજ હેરિટેજ હોટલમાં સમારકામ અને સંરક્ષણ માટે ભારતીય રાષ્ટ્રીય કલા અને સાંસ્કૃતિક ધરોહર ટ્રસ્ટ ઇન્ટેક તૈયાર છે.

ઇન્ટેકના અધ્યક્ષ એસ.કે.મિશ્રા અને સદસ્ય સચિવ યોગેન્દ્ર નારાયણે આજે પત્રકારોને આ જાણકારી આપી હતી. પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તાજ હેરીટેજ હોટલના સમારકામની જવાબદારી હોટલ સંગઠનની છે.

પરંતુ તેઓ અમને આ અંગે અનુરોધ કરશે તો અમે તૈયાર છીએ. અમારી પાસે આ કામ માટે વિશેષજ્ઞો છે જેઓ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરી શકે છે.