શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|

મુંબઇમાં આતંકનું તાંડવ, 100ના મોત

દોડતું નગર એકાએક થંભી ગયું

PTI

દેશની આર્થિક રાજધાની મુંબઇ પોણા બે વર્ષ બાદ બુધવારે મોડી રાતે ફરી એકવાર બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું છે. અહીંના ભીડવાળા સી.એસ.ટી, રેલવે સ્ટેશન, બે ફાઇવ સ્ટાર હોટલ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારી કરતાં ક્યારેય ન થંભતુ આ નગર એકાએક થંભી ગયું હતું. આતંકવાદના આ તાંડવમાં 100થી વધુ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે.

કોલાબાના લિયોપોલ્ડ રેસ્ટોરન્ટમાં રાતે સાડા નવ વાગ્યાના અરસામાં પહેલો ધમાકો થયો હતો. જ્યાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબારી કરી દહેશત ફેલાવી હતી. ત્યાર બાદ મહાનગરમાં વિવિધ 12 સ્થળોએ ધમાકાઓ અને ગોળીબાર કરી આંતકીઓએ મોતનું તાંડવ ફેલાવ્યું હતું. જેમાં મળતી માહિતી મુજબ 100થી વધના મોત થયાનું તથા 200 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલામાં મુંબઇ એટીએસના ચીફ હેમંત કેરકેરે, એસીપી, અશોક કામ્ટે સહિત પોલીસ જવાનો શહિદ થયા છે.

આતંકવાદીઓએ પોલીસ વાહનનો ઉપયોહ કરીને પણ ગોળીબારી કરી હતી. તો કેટલાક આતંકવાદીઓ અહીની તાજ હોટલમાં સંતાઇ ગયા હતા અને હોટલમાં રહેલા લોકોને બંધક બનાવ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ સહિત સેનાના જવાનોની મદદ લેવાઇ છે. હોટલ બહાર સેના તૈનાત કરી દેવાઇ છે. હજુ પણ આ ઓપરેશન ચાલુ છે. પાંચ આતંકવાદીઓ ઠાર કરાયા છે અને નવની ધરપકડ કરવામાં આવી છે. આ લખાય છે ત્યારે હોટલ તાજ તથા નરીમન હાઉસમાં હજુ પણ આતંકવાદીઓ સંતાયા હોવાનું બહાર આવી રહ્યું છે.