Last Modified: મુંબઇ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (16:43 IST)
મૃતકોને 5 લાખનું વળતર
ઘાયલોને રૂ. 50 હજારનું વળતર
મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરરૂપે પાંચ...પાંચ...લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી આર.આર.પાટીલે આજે એક પત્રકાર પરિષદ બોલાવી આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને પાંચ..પાંચ લાખ તથા ઘાયલોને રૂ. 50 હજાર વળતર પેટે આપવામાં આવશે. સત્તાવાર સુત્રો મુજબ આતંકવાદી હુમલામાં 101 લોકો માર્યા ગયાનું તથા 228 ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.