1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:13 IST)

આતંકીઓ ઉપર માર્કોસ તૂટી પડ્યા

નૌસેનાના જે મરીન કમાન્ડોએ મુંબઇ ઉપર હુમલો કરી આતંકવાદીઓના છક્કા છોડાવ્યા એમની ત્રાસવાદીઓમાં ભારે ધાક છે. જમ્મુ કાશ્મીરમાં આ દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે.

નૌસેનાના આ માર્કોસ કમાન્ડો બેહદ કુશળ તરવૈયા અને સમુદ્રી ડૂબકીખોર છે. દાઢી રાખવાના કારણે તેઓ દાઢીવાળી ફોજ તરીકે પણ ઓળખાય છે. તેમનું માનવું છે ત્રાસવાદને એમની ભાષામાં જ જવાબ આપવો જોઇએ. મુંબઇની તાજ હોટલમાં માર્કોસ કમાન્ડોની ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી જ્યારે અન્ય બે ટીમ ટ્રાઇડેન્ટ હોટલમાં, બે પ્રહાર ટીમોએ ઓબેરોયમાં મોર્ચો સંભાળ્યો હતો. આ કાર્યવાહીમાં બે મરીન કમાન્ડો ઘાયલ થયા હતા. પરંતુ તેઓ પાછા ફર્યા નહી અને હોટલના રૂમોમાં ઘુસી ગયા હતા અને આતંકવાદીઓનો પીછો કર્યો હતો.

કાળી વર્દી, મોં ઉપર કાળુ કપડું અને આંખો પર ચશ્મા પહેરેલા માર્કોસ દેખાવમાં આતંકવાદીઓ જેવા જ લાગે છે. તેઓ સમુદ્ર અને જંગલમાં સખત કાર્યવાહી કરી શકે છે. મરીન કમાન્ડો ફોર્સની સ્થાપના 1987માં કરવામાં આવી હતી અને તેમનો ઉદ્દેશ જળથી જમીન ઉપર યુધ્દ કરવાનો છે.