શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (13:08 IST)

ઘાયલોમાં ઘરડાથી લઈને બાળકો સામેલ

આતંકવાદીઓ દ્વારા મુંબઈના વિવિધ ઠેકાણે બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરાયેલા હુમલામાં ઘાયલ થેયેલા લોકોમાં 68 વર્ષના એક વરિષ્ઠ નાગરિકથી લઈને ચાર મહિનાના દૂધપીતા બાળકનો સમાવેશ થાય છે.

આ બધા ઘાયલોને નજીકના હોસ્પિટ્લમાં ભર્તી કરવામાં આવ્યા છે. સૌથી વધારે 127 લોકો જેજે હોસ્પિટલમાં ભર્તી કરાયા છે.

મેટ્રો સિનેમા પર થયેલ ગોળીબારમાં ઘાયલ થયેલ મરાઠી ભાષી કેદાર વસંત ભાવેએ યુનીવાર્તાને જણાવ્યુ હતુ કે તેને પાસેની એક રેસ્ટોરેંટમાં કામ કરનાર બંગાળી યુવક તથા ઉત્તર પ્રદેશના એક ટેક્સી ડ્રાવરએ તેને બોમ્બે હોસ્પિટલમાં ભાર્તી કર્યો અને તેને રક્તદાન પણ કર્યુ.

ઘાયલોને હોસ્પિટલ સુધી પહોચાડવામાં પોલીસ ઉપરાંત સ્થાનિક રહિશો તથા મીડિયાકર્મીએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. મનસે તથા સાંસદ મિલિન્દ દેવરા દ્વારા એમ્બ્યુલંસની મદદ મોકલાવી હતી. તેમજ સ્થાનિક રહિશોનો હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે લાઈન લાગી હતી.