Last Modified: મુંબઇ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (12:58 IST)
ડૈક્કન મુઝાહીદ્દીને હુમલા કર્યા !
મુંબઈમાં બુધવારે થયેલા ફીદાયીન હુમલાની જવાબદારી ડેક્કન મુઝાહીદ્દીને સ્વીકારી છે.
આ નવા આતંકી સંગઠને વિવિધ ન્યુઝ ચેનલોને મેઈલ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમાં તેમણે એક ખાસ સમુદાય પર થઈ રહેલા અત્યાચારને લઈને બદલો લેવાની વાત કરી છે. તેમજ ભારત સરકારને ચેતવણી આપી છે કે તે ખાસ સમુદાય વિરૂધ્ધ થઈ રહેલી કાર્યવાહીને બંધ કરે નહીં તો આવા આતંકવાદી હુમલાઓ વધી શકે છે.
આ મેઈલ અગાઉનાં મેઈલ કરતાં અલગ છે. તે હિન્દીનાં વર્ડ પ્રોગામમાં ટાઈપ કરવામાં આવી છે. તેમજ તેમાં કોઈ ફોટો કે ગ્રાફીક્સનો ઉપયોગ નથી. પોલીસે આ મેઈલ અઁગે તપાસ હાથ ધરી છે. આ પહેલાનાં બ્લાસ્ટમાં સિમીનાં નવારૂપ એવા ઈન્ડીયન મુઝાહીદ્દીનનાં મેઈલ આવતા હતા.પણ આ વખતે નવા આતંકવાદી સંગઠનનાં મેઈલથી સત્તાવાળાઓ પણ ચોકી ગયા છે.