રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|

દેશની પ્રતિષ્ઠા ઉપર હુમલો છે - મોદી

P.R


દેશનો ઘાતકી હુમલો - મોદી
મુંબઇમાં થયેલા સૌથી મોટા આતંકી હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ દેશની પ્રતિષ્ઠા ઉપરનો ઘાતકી હુમલો છે.

આંતકી પ્રવૃતિને વખોડતાં તેમણે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક તાત્કાલિક બેઠક બોલવવી જોઇએ અને આતંકવાદને નાથવા માટે આકરા પગલાં લેવા જોઇએ.

કાયરતાનું કાર્ય છે - ડો.રમણસિંહ
છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસિંહે મુંબઇમાં ગતરાતે થયેલા આતંકી હુમલાની નિંદા કરતાં રાયપુર ખાતે કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકો ઉપર કરાયેલી ગોળીબારી કાયરતાપૂર્ણ કાર્ય છે.

તેમણે કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય એકતાના અતૂટ બંધનો જોઇને જેમના પેટમાં દુખે છે એવા કેટલાક તત્વો દેશના નિર્દોષ લોકો ઉપર કાયરતાથી હુમલા કરી માનવતાને કલંકિત કરી રહ્યા છે.