રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (16:25 IST)

હુમલાની કેટલીક જાણકારી હતી - શિવરાજ

ગૃહમંત્રી શિવરાજ પાટીલે ક્હયું કે, મુંબઇમાં ગત રાતે થયેલા આતંકી હુમલા અંગે કેન્દ્ર પાસે ગુપ્ત બાતમી હતી પરંતુ આ માહિતી અપુરતી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો.

પાટીલે આજે કેન્દ્રિય મંત્રીમંડળની એક બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપી હતી. પાટીલે મુંબઇના આતંકી હુમલા બાદ મુલાકાત કર્યા બાદ આજે સવારે મંત્રી મંડળને આ અંગે જાણકારી આપી હતી. પાટીલે કહ્યું કે, આ ઘટના માટે પોલીસ અને સુરક્ષા જવાનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે અને ધીમે ધીમે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહની અધ્યક્ષતામાં પાંચ પોલીસ મહાનિર્દેશકોની એક સમિતિ ગઠિત કરવામાં આવી છે જે આવા હુમલાઓ સામે લડવા માટે કામગીરી કરશે.