1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (12:14 IST)

ટ્રમ્પની સલામતીના કારણે સ્ટેડિયમમાં પાણીની બોટલ પણ સાથે નહીં રાખવાની

24 ફેબુ્રઆરીએ મોટેરા સ્ટેડીયમ ખાતે યોજાનારા ઉદ્દઘાટન સમારોહમાં કોઈપણ અસંતુષ્ઠ પાણીનું પાઉચ અથવા બોટલ ફેંકે નહીં એની તકેદારી રાખવામાં આવી છે.આ કારણોથી પાણીના પાઉચ,બોટલ કે ફેંકી શકાય એવી કોઈપણ ચીજ સ્ટેડીયમની અંદર લઈ જવા દેવામાં આવશે નહીં.કડક અને સઘન તપાસ બાદ જ સ્ટેડીયમમાં લોકોને પ્રવેશ મળશે. સ્ટેડીયમની અંદર બેઠેલા તમામને પીવાનું પાણી સરળતાથી મળી રહે એ માટે તાબડતોબ એક હજાર MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે.મોટેરા સ્ટેડીયમના લોકાર્પણ અને કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ જયાં થવાનો છે એવા મોટેરા સ્ટેડીયમની અંદર એક પણ પાણીની બોટલ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં. કાર્યક્રમને જોવા અંદર બેઠેલા એક લાખ લોકો સ્ટેડીયમની અંદર પાણીના પાઉચ પણ લઈ જઈ નહીં શકે.સુરક્ષાના કારણોસર બંને મહાનુભવોની સલામતીના કારણોસર આ નિર્ણય કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોટેરા સ્ટેડીયમ ખાતે આયોજીત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં એક લાખથી વધુની જનમેદની ઉમટી પડવાની સંભાવના છે.પાણીની બોટલ કે પાણીના પાઉચ પણ અંદર લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવશે. આ પરિસ્થિતિમાં અંદર બેઠેલા લોકોને પીવાનુ પાણી મળી રહે એ માટે એક હજાર એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે.આ પ્લાન્ટ નવનિર્મિત મોટેરા સ્ટેડીયમનો જ ભાગ છે કે પછી મ્યુનિ.દ્વારા બનાવાયો છે?એ અંગે ખુલાસીને કોઈ કહેવા તૈયાર નથી.પરંતુ કાર્યક્રમમાં બેઠેલા તમામને આ પ્લાન્ટમાંથી પીવાનુ પાણી મળી રહે એ પ્રમાણેનું આયોજન કરાશે એમ સૂત્રોનું કહેવું છે.