મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (17:33 IST)

બોલીવુડથી પ્રભાવિત છે ડોનાલ્ડ ટ્રંપ, મોટેરા સ્ટેડિયમમાં DDLJ અને શોલેનો ઉલ્લેખ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનુ સોમવારે બે દિવસીય યાત્રા પર ભારત પહોંચતા અમદાવાદમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. મોટેરા સ્ટેડિયમ પહોંચતા જ્યા પીએમ મોદીએ નમસ્તે ટ્રંપ, નમસ્તે ટ્રંપ કહીને પોતાના ભાષણની શરૂઆત કરી તો બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ ભારતીય પ્રધાનમંત્રીના કાર્યોથી પ્રભાવિત જોવા મળ્યા. 
 
મંચ પરથી ડોનાલ્ડ ટ્રંપે ભારતની ખુબીઓ વિશે બતાવતા હિન્દી ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો.  તેમણે જણાવ્યુ કે કેવી રીતે બોલીવુડને લઈને વિદેશમાં રોમાંચ છે. ટ્રંપે કહ્યુ આ એ દેશ છે જ્યા દરેક વર્ષે લગભગ 2000થી વધુ ફિલ્મો બને છે.  આ ટેલેંટ અને ક્રિએટિવિટીનુ હબ છે. જેને બોલીવુડના નામથી ઓળખવામાં આવે છે. દેશ વિદેશના લોકો ડીડીએલજે અને શોલે જેવી ફિલ્મોને ખૂબ એન્જૉય કરે છે. 
 
ટ્રંપ પહેલા બરાક ઓબામા પણ સાર્વજનિક મંચ પરથી ડીડીએલજેના વખાણ કરી ચુક્યા છે. બરાક ઓબામાએ પણ વર્ષ 2015માં આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો.  રોમાંસ કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી કાજોલની ફિલ્મ  દિલવાલે 19 ઓક્ટોબર 1995ના રોજ રજુ થઈ હતી. આ ફિલ્મએ રજુ થયા પછી હિન્દી સિનેમામાં કલ્ટ ફિલ્મનો રૂતબો મેળવી લીધો હતો.  આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે મુંબઈના એક સિનેમાઘરમાં આ વર્ષો સુધી ચાલી હતી. 
 
ડોનાલ્ડ ટ્રંપે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ શોલેનો પણ ઉલ્લેખ કર્યો.  ઉલ્લેખનીય છે કે શોલે ફિલ્મને પણ ભારતીય સિનેમામાં  કલ્ટ મુવીનુ સ્થાન મળ્યુ છે.  1975માં રજુ થયેલી આ ફિલ્મએ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.  શોલે જ કદાચ એ ફિલ્મ છે જેના મુખ્ય વિલનનુ પાત્ર દેશમાં સૌથી વધુ જાણીતુ છે.  રમેશ સિપ્પીના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ શોલેની સ્ટોરી સલીમ-જાવેદે લખી હતી.  ફિલ્મએ 350 મિલિયનનો બિઝનેસ કર્યો હતો.