સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:31 IST)

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતઃ એરપોર્ટ સર્કલ પાસેની દુકાનોને હેલ્થ વિભાગે રાતોરાત સીલ કરી

Ahmedabad Shop close police Donald Trumph Visit

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે, જેને લઈને એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને આજે વહેલી સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકાએક સીલ મારી દીધી છે. એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને મ્યુનિ. હેલ્થ વિભાગે વગર કારણે સીલ મારી દીધી છે. દુકાન પર ચેતવણીનું બોર્ડ મારી લખી દેવામાં આવ્યું છે કે હેલ્થ વિભાગ ઉત્તર ઝોન દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. વગર મંજૂરીએ આ સીલ ખોલવા કે ચેડાં કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં બાય ઓર્ડરમાં કોઈપણ અધિકારીની સહી નથી. એરપોર્ટ સર્કલ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાતા લોકોમાં ફરી રોષ ફેલાયો છે. દુકાનો દબાણમાં ન આવતી તેમજ કોઈ ગંદકી કરતી ન હોવા છતાં પણ સીલ મારી દેતા AMC ની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.