નમસ્તે ટ્રંપ: ડોનાલ્ડ ટ્રમ્પને આ ગિફ્ટ આપશે સાબરમતી આશ્રમ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પહેલાં જ તેમને ગિફ્ટ આપવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમના મેનેજમેન્ટને સંભાળનાર લોકો ડોનાલ્ડ ટ્રંપને ખાદીની વસ્તુઓ અને ચરખો ગિફ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીના રોજ આશ્રમની મુલાકાત કરશે. સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યાએ એએનઆઇને કહ્યું કે 'ગુજરાત સરકાર ટ્રંપને ગિફ્ટ આપવાની તૈયારી કરી રહ્યા છે, તે પ્રકારે કેટલીક ખાદીની વસ્તુઓ, ચિત્રો અને ચરખા આપવાની યોજના બનાવી રહ્યા છે.
અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીના રોજ એસપીજી ટીમ આશ્રમની મુલાકાઅત લેશે. તમને જણાવી દઇએ કે 24 ફેબ્રુઆરીના રોજ ભારત અને અમેરિકાની મિત્રતાનો અધ્યાય અમદાવાદમાં લખશે. અમદાવાદના રસ્તાઓ પર 22 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન ડોનાલ્ડ ટ્રંપ ભારતના દરેક રંગ અને સંસ્કૃતિથી રૂબરૂ થશે.
અમદાવાદ મ્યુનિસિપલના નવા પોસ્ટર પર હવે 'નમસ્તે ટ્રંપ' લખ્યું છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે ટ્રંપની અમદાવાદ યાત્રાની થીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં કેમ છો ટ્રંપ લખવામાં આવ્યું હતું.