ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (10:58 IST)

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનસૈલાબ ઉમટ્યો

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો આખરે આજે દિવસ છે. તેઓ અમદાવાદ પહોંચવામાં તૈયારીમાં છે ત્યારે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે ભારે જનમેદની ઉપસ્થિત થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે. ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ 3.30 વાગ્યે આગ્રા જવા નીકળશે. મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઈનોમાં ઉભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે. સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.