શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (15:31 IST)

ટ્રમ્પ-મોદીનો રોડ શો જોવા 70 લાખ નહી 1 લાખ લોકો હાજર રહેશે

ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના રોડ શો માટે તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. વરિષ્ઠ અધિકારીઓ રોડ શોની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. 22 કિમી લાંબા રોડ શો દરમિયાન સમગ્ર રુટ પર એક લાખ લોકો હાજર રહે તેવી સંભાવના છે. જોકે ટ્રમ્પે પોતાના વિડિયોમાં દાવો કર્યો હતો કે, પીએમ મોદીએ મને કહ્યુ છે કે, આ શોમાં 70 લાખ લોકો હાજર રહેવાના છે.આમ તંત્રની જાહેરાત જોતા લાગે છે કે ટ્રમ્પે જે આંકડો કહ્યો છે અથવા તો ટ્રમ્પના દાવા પ્રમાણે મોદીએ જે આંકડો કહ્યો હતો તેના કરતા તો આ આંકડો સાવ ઓછો છે. આમ તો ટ્રમ્પે જ્યારે એક વિડિયોમાં કહ્યુ કે, મારા સ્વાગત માટે 70 લાખ લોકો હાજર રહેવાના છે ત્યારે જ ઘણાને આશ્ચર્ય થયુ હતુ. કારણકે અમદાવાદની કુલ વસતી જ 70 થી 80 લાખની છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે સ્પષ્ટતા કરી હતી કે, રોડ શો દરમિયાન 1 લાખ જેટલા લોકો હાજર રહેશે.