રવિવાર, 28 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શનિવાર, 8 ઑગસ્ટ 2015 (17:49 IST)

#DegreeDikhaoPMSaab થપ્પડથી ભય નથી લાગતો સાહેબ ડિગ્રી બતાવવાથી લાગે છે

નરેન્દ્ર મોદી પર લોકોનો ગુસ્સો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લોકોનો ગુસ્સો ટ્વિટર દ્વારા ફુટ્યો છે. તે એકવાર ફરી સોશિયલ મીડિયા પર પોતાના વિરોધીઓના નિશાના પર છે. ટ્વિટર પર આજે સૌથી ઉપર "#DegreeDikhaoPMSaab" ટ્રેંડ કરી રહ્યુ છે. 
 
ટ્વિટર પર લોકો તેમને ડિગ્રી બતાડવાની માંગ કરી રહ્યા છે અને વ્યંગ સાથે સાથે નારાજગી પણ જાહેર કરી રહ્યા છે જેમા તેમની મજાકિયા ફોટો પણ શેયર કરવામાં આવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે વેબ આર્કાઈવમાં વર્તમાન પીએમ મોદીની એક જૂની પ્રોફાઈલમાં ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી એમ એ પાસ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે કે તેમની નવી સાઈટ પર શૈક્ષણિક યોગ્યતાનો ઉલ્લેખ જ નથી. તો બીજી બાજુ લોકસભાની સાઈટ પર પીએમ મોદીની શિક્ષણિક યોગ્યતા એમ.એ બતાવી છે. 
 
પીએમ મોદી વિરોધી "#DegreeDikhaoPMSaab" માંગ કરનારાઓ માત્ર મજાક કે વ્યંગ જ નથી કરી રહ્યા. ટ્વિટર પર કેટલીક આ પ્રકારની પીએમ મોદીને લઈને ટ્વીટ થઈ રહી છે.. 
 
- ફલક ઠક્કર - મોદીએ પોતાના મોઢેથી બતાવ્યુ કે હુ 10મુ પાસ છુ. 
- નિકેતન - પીએમ સાહેબ બતાવી દો તામરી ડિગ્રી નહી તો જનતા ચેનથી નહી જીવવા દે. 
-અવેશ રેજા - થપ્પડથી ડર નથી લાગતો સાહેબ ડિગ્રી બતાડવાથી લાગે છે. 
- સોહિલ શેખ - શરમજનક શરમજનક્. જો આપણા પ્રધાનમંત્રીની ડિગ્રી બોગસ છે તો વાસ્તવમાં શરમજનક છે. 
- રાહિસ ખાન - એક માસૂમને બોલા.. મોદી જી અનપઢ હૈ.. કર લે ક્યા કરેગા.. 
- સુનીલ - સર ચાય પે કિસ્સે તો બહુત સુના દિયે અબ જરા ડિગ્રી કે ભી સુના દો.