1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (10:29 IST)

EXIT POLLS: મોદી કોંગ્રેસ પાસેથી છીનવી લેશે મહારાષ્ટ્ર અને હરિયાણાની સત્તા

. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર 15 સપ્ટેમ્બરના રોજ થયેલ વિધાનસભા ચૂંટણી પછી જુદા જુદા એક્ઝિટ પોલ્સ મુજબ બંને રાજ્યોમાં ભાજપા સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કેટલાક એઝિટ પોલ્સનુ માનીએ તો પાર્ટી બંને જ રાજ્યોમાં પોતાના બળ પર બહુમત મેળવી સરકાર બનાવી લેશે. મહારાષ્ટ્રમાં ભાજપાને 108-151 સીટો અને હરિયાણામાં 33-52 સીટો મળતી બતાવાય રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે જ્યા 145 સીટોની જરૂર પડશે. બીજી બાજુ હરિયાણા માટે આંકડો 46 સીટોનો છે. જો આ અનુમન સાચુ સાબિત થયુ તો ભાજપા મહારાષ્ટ્રમાં 15 વર્ષ પચેહે અને હરિયાણામાં 10 વર્ષ પછી સરકાર બનાવવામાં સફળ રહેશે. એક્ઝિટ પોલ્સ મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના અને હરિયાણામાં કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી રહેશે.  
 
શુ કહે છે એક્ઝિટ પોલ ? 
 
મહારાષ્ટ્રની હાલત 
 
2014ના લોકસભા ચૂંટણી અને ગયા વર્ષે દિલ્હીમાં થયેલ વિધાનસભા ચૂંટણીના સૌથી સાચા આંકડા રજુ કરનારા ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં બીજેપી અને તેના સહયોગીઓને 151, શિવસેનાને 71, કોંગ્રેસને 27 અને એનસીપીને 28 સીટો મળવાનુ અનુમાન બતાવવામાં આવ્યુ છે.  
 
એબીપી ન્યુઝ-નીલસનનુ માનીએ  તો રાજ્યમાં ભાજપા અને સહયોગી પાર્ટીઓ 144, શિવસેનાને 77, કોંગ્રેસને 30, એનસીપીને 29 અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને માત્ર 3 સીટો મળી શકે છે. 
 
ટાઈમ્સ નાઉ-સી વોટરના સર્વેમાં ભાજપાને 138, શિવસેનાને 59, કોંગ્રેસને 41, એનસીપીને 30 અને મહારાષ્ટ્ર નવર્નિમાણ સેનાને 12 સીટો મળવાની વાત કરવામાં આવી છે. 
 
ઈંડિયા ટુડે-સિસેરોના એક્ઝિટ પોલ મુજબ ભાજપાને 124, શિવસેનાએ 71, કોંગ્રેસને 35, એનસીપીને 29 અને મનસેને 7 સીટો મળવાનુ અનુમાન છે. 
 
હરિયાણામાં ભાજપાની સરકાર 
 
ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલની માનીએ તો હરિયાણામાં પુર્ણ બહુમતથી ભાજપાની સરકાર બનશે. રાજ્યમાં પાર્ટી અને તેના સહયોગીઓને 52, ઈનેલોને 23 અને કોંગ્રેસને 10 સીટો મળશે. 
 
એબીપી ન્યુઝ-નીલસનના એક્ઝિટ પોલમા હરિયાણામાં ભાજપાને 54, ઈનેલોને 22 અને કોંગ્રેસને 10 સીટો મળવાનુ અનુમાન બતાવાયુ છે. 
 
ટાઈમ્સ નાઉ-સી વોટરના સર્વેમાં ભાજપાને 45, ઈનેલોને 23 અને કોંગ્રેસને 15 સીટો મળવાની વાત કરવામાં આવી છે. 
 
એક્સિસના એક્ઝિટ પોલના મુજબ ભાજપાને 33, ઈંલોને 31 અને કોંગ્રેસને 20 સીટો મળવાનુ અનુમાન બતાવાયુ છે.