1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 10 એપ્રિલ 2015 (14:53 IST)

PM મોદી માટે દેશના મંદિર ખોલશે પોતાની તિજોરીઓ

PM મોદી
200 વર્ષ જૂના મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં અનેક સર્કિટ  કેમેરા અને લગભગ 65 સિક્યોરિટી ઓફિસર ગોઠવાયા છે. તે ભારતના સૌથી શ્રીમંત મંદિરોમાંથી છે. જેમા લગભગ 158 કિલો સોનુ  છે. જે  લગભગ 67 મીલિયન ડોલરનુ છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. અને અહીના પ્રાચીન મંદિરોમાં અરબો રૂપિયાના આભૂષણ જમા છે. જે તેમની કેટલીક જૂની અને આધુનિક તિજોરીઓમાં જમા છે. 
 
થોડા વર્ષ પહેલા કેરલના શ્રી પદનમાનભા સ્વામી મંદિર ગુપ્ત ભૂમિગત જેલમાંથી લગભગ 20 બિલિયન સોનુ જોવા મળ્યુ હતુ. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર મેમાં એક સ્કીમ લોંચ કરવાની તૈયારીમાં છે. જેની મદદથી તેઓ મંદિરોને પોતાનુ સોનુ બેંકોમાં જમા કરાવવા અને તેના બદલામાં વ્યાજ લેવા માટે પ્રોત્સાહિત કરવાની તૈયારીમાં છે. સરકાર આ સોનાને ઓગાળીને ઝવેરીઓને લોનના રૂપમાં આપવાનો વિચાર કરી રહી છે.  જેની મદદથી તેઓ ગોલ્ડના વધુ પડતા આયાતને કાબુમાં કરવા માંગે છે. 
 
સૂત્રો મુજબ જો ભારતના આ પ્રાચીન મંદિર આ સ્કીમ સાથે જોડાવવા તૈયાર થઈ જાય છે તો ભારતમાં વાર્ષિક સોનાની આયાતમાં 800થી 1000 ટન સુધીની કપાત એક ક્વાર્ટરમાં કરી શકાશે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ચેયરમેન નરેન્દ્ર મુરારી રાણેએ કહ્યુ 'કે જો યોજના ફાયદાકારી, સુરક્ષિત અને સારુ વ્યાજ આપનારી હશે તો અમને અમારુ સોનુ રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરાવવાની ખુશી થશે.' 
 
બીજી બાજુ કેટલાક હિન્દુ શ્રદ્ધાળુ આ વિચારથી ખુશ નથી કે તેમના દ્વારા ભેટના રૂપમાં ચઢાવેલ સોનુ ઓગાળવામાં આવે. 52 વર્ષીય એક વેપારીએ કહ્યુ કે હુ ભગવાન માટે દાન કરુ છુ. કોઈ મંદિરના ટ્રસ્ટ માટે નહી. બીજી બાજુ મોદી સરકાર ભારતીય પરિવારોને પોતાઅની તિજોરીઓ ખોલવા માટે પણ સમજાવવા માંગે છે.  જેમા લગભગ 17 હજાર ટન સોનુ રહેલુ છે.