શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : સોમવાર, 8 ડિસેમ્બર 2014 (12:54 IST)

એકે 47ના ટ્રિગર પર પડનારી આંગળી કરતા વધુ તાકત EVM મશીન પર પડનારી આંગળી પર છે - મોદી

- આપણે સૌએ મળીને છેલ્લા 30 વર્ષમાં જે ખોટ પડી છે એ ખોટને પુરવાની છે.
 
-જે નૌજવાન ખોટા રસ્તે જતો રહ્યો હતો તેને પણ એકે 47 બોજ લાગવા માડ્યો છે.  અમે તેમના હાથમાં કોમ્પ્યુટર આપવા માંડીએ છીએ. અમે તેમને નવા દેશની તરફ આગળ લઈ જવા માંગીએ છીએ.  જ્યારથી હુ પીએમ બન્યો છુ ત્યારથી કોઈ મહિનો એવો નથી જ્યારે હુ જમ્મુ કાશ્મીર ન આવ્યો હોય.  

- તમારા લોકતંત્રને જીવતો રાખવા આપણા શહીદ ભાઈઓએ જીવ આપી દીધો છે. આ બલિદાન બેકાર ન જવુ જોઈએ. જમ્મુ કાશ્મીરમાં પુર્ણ બહુમત વાળી સરકાર જોઈએ. ન જાતપાત ન સંપ્રદાય. ન પ્રદેશવાદ આપણે બધા એક છીએ. અને આપણે હળીમળીને નવી રાજનીતિને આગળ વધારવી જોઈએ. 


- તમે ભારે મતદાન કરીને એકે 47 પર આંગળી રાખનારાઓને બતાવી દીધુ છે કે એકે 47 પર આંગળી મુકીને તો કોઈનો જીવ લઈ શકાય છે પણ ઈવીએમ મશીન પર આંગળી મુકીને એક દેશનુ નસીબ બદલી શકાય છે 
 
- આ દેશની બરબાદીનુ કારણ છે લોકતંત્ર પ્રત્યે અનાસ્થા અને પરિવારવાર વાદી સરકાર પ્રત્યે આસ્થા.  જો દેશનુ ભલુ ઈચ્છો છો તો દેશ પ્રત્યે લોકતંત્ર પ્રત્યે આસ્થા જગાડો.  
 
- તમને કહેવાશે કે અમે આવુ કરીશુ તેવુ કરીશુ .. સરકાર સારી નહોતી તેથી અમે આટલા કામ ન કરી શક્યા પણ શુ તમે તેમને પુછી શકો છો કે સરકાર સારી નહોતી તો તેમને બદલી કેમ નહી. તેઓ નહી બદલે કારણ એ તેમને પણ મહેનત કર્યા વગર જ મલાઈ ખાવા મળતી હતી 
 
- હુ તમારો આભારી છુ. તમારા સૌનો સાથ મળ્યો તેથી આજે અમને બહુમતીની સરકાર મળી છે. તેથી હુ તમને કહુ છુ કે તમે જમ્મુ કાશ્મીરમાં પણ  તૂટી ફૂટી સરકાર ન બનાવશો.  જો ખુરશીના પગ જુદા જુદા પાર્ટીના હશે તો ખુરશી સંભળવામાં જ પાંચ વર્ષ નીકળી જશે અને વિકાસ થાય નહી 
 
 
 
 
 


- અમે સૌનો સાથ પણ ઈચ્છીએ છીએ અને સૌનો સાથ મળશે તો હુ વચન આપુ છુ કે વિકાસ પણ થશે. 

- કોઈપણ સરકાર ભેદભાવ રાખીને નથી ચાલી શકતી.  આપણે કોઈ વચ્ચે ભેદભાવ નથી કરી શકતા. સૌને સમાન રૂપે અધિકાર મળવા જોઈએ.  સૌને સમાન હક મળવા જોઈએ. સૌનો સાથ સૌનો વિકાસ 

- તમે મને આજે એક પાઘડી પહેરાવી છે તમે જાણો છો કે આ પાઘડીની ઈજ્જત શુ છે. તેથી મને વિશ્વાસ છેકે તમે આ પાઘડીની લાજ જરૂર રાખશો