રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By

OMG !મોદીના સૂટની લાઈનિંગમાં લખાયુ હતુ નરેન્દ્ર દામોદારદાસ મોદી

કોઈ મહાપુરૂષ વર્ષો પહેલા કહી ગયા છે કે બીજાને ચાહતા પહેલા પોતાની જાતને પ્રેમ કરતા શીખો. કારણ કે જે ખુદને પ્રેમ નથી કરી શકતા તે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકે. આપણા વડાપ્રધાન મોદી માટે કહેવાય છે કે તેઓ પોતાના સિવાય ખુદને સૌથી વધુ પ્રેમ કરે છે.  
 
તેઓ પોતાની જાતને કેટલો પ્રેમ કરે છે તે બધાને ખબર છે પણ આ વખતે મોદીના સૂટ પરથી ખબર પડી ગઈ. ઉલ્લેખનીય છે કે રવિવારે દિલ્હી ખાતે આવેલા હૈદ્રાબાદ હાઉસમાં ઓબામા અને મોદી મળ્યા અને પછી સંયુક્ત પ્રેસ કોન્ફરંસ કરી. આ પ્રેસ કોંફરંસ દરમિયાન ધ્યાનમાં આવ્યુ કે મોદીએ જે સૂટ પહેર્યો છે તે સામાન્ય સૂટ નથી. આ સૂટમાં પીળા કલરના દોરાની સિલાઈ એવી રીતે લેવામાં આવી હતી કે જેનાથી મોદીનું આખુ નામ બનતુ હતુ.  દૂરથી લાઈનિંગ જેવી લાગતી આ ડિઝાઈનમાં ધ્યાનથી જોશો તો જાણવા મળશે કે તેમા અનેક વખત નરેન્દ્ર દામોદર દાસ મોદી એવુ લખેલુ હતુ. મોદીના આખા સૂટમાં આવી જ રીતે મોદીનું નામ ખાસ રીતે સિલાઈ કરીને લખવામાં આવ્યુ છે. 
 
મોદી પહેલા એવા નેતા નથી જેમણે પોતાના માટે આવો કોટ સિવડાવ્યો હોય. મોદીની પહેલા ઈજિપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે પોતાના નામની સિલાઈવાળો કોટ પહેર્યો હતો.