સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (16:23 IST)

ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી: હાર્દિક પટેલ

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ બેઠ્યો છું. છેલ્લા બે માસથી મંજૂરી માગવા છતાં મંજૂરી ન મળી આખરે ઘરે જ ઉપવાસ પર બેસવું પડ્યું. સમાજની મુખ્ય 6 સંસ્થાઓ તથા વડીલોએ અપીલ કરી હતી. સમાજમાં નાના મોટાની ખાણ ઉભી થઇ હતી તે દૂર થઇ છે. આપણે આપણી લડાઇ માટે સંપૂર્ણૅ ન્યોછાવર થઇ ગયા હતા. સમાજના વડીલો પાસે આશાઓ બંધાયેલી છે. ગામડાની મહિલાઓ પાસે 1-2 વીઘા જમીન બચી છે. તેમની માટે અમારી આ લડાઇ છે.
સમાજના વડીલો પાસે અમે ક્યારેય રાખી નથી કે તમે આમ કરો, અમે ક્યારેય એમ નથી કહેતા કે અમે તેમના વિરોધી છીએ. અમને માન અને સન્માન આપ્યું છે. અધિકાર વિના આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. બોલશો તો દેશદ્રોહી કહેશે અને નહી બોલો લોકો કહેશે કે આ મૂંગો છે. હું ઘોડો નથી કે થાકી જઇશ. સમાજના વડીલો મને પાણી પીવડાવ્યું છે. સમાજના વડીલો આગેવાનો પ્રત્યે ક્યારેય નારાજગી નથી. જો સરકાર નહી માને એમ સમજીશું કે હવે સરકારને આ સમાજની જરૂર નથી. કણબીનો છોરૂ છું એટલે કડવી વાતો લાગશે. સમાજનું ઉત્થાન અને નિર્માણ થશે તો ગુજરાતનું નવનિર્માણ થશે. 
આપણે કોઇની સામે લાચાર થયા છીએ તે નક્કી છે. આપણે ક્યાં સુધી લાચારી સહન કરીશું. હું જેલમાં પણ ગયો છું બદનામી પણ સહન કરી છે પણ ઝૂકીશ નહી. હું માતાના ચરણોમાં ઝૂકીશ, વડીલોના ચરણોમાં ઝૂકીશ, પણ અમુક લોકો સમક્ષ ઝૂકીશ નહી. હું જેલમાં હતો ત્યારે સમાજના આગેવાનો કહેતા કે કાલે જામીન મળી જશે પરંતુ નવ મહિલા જેલમાં રહ્યો. આ પારણા માત્ર તમારા માન-સન્માન માટેના જ છે.