1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :અમદાવાદ. , બુધવાર, 16 સપ્ટેમ્બર 2015 (15:00 IST)

Happy Birthday Modi - પપ્પાજી અને વકીલ સાહેબ, જેમણે મોદીને બનાવ્યા છે નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. વેબદુનિયા આ અવસર પર વિશેષ શ્રેણી હેઠળ તમને બતાવી રહ્યુ છે તેમની સાથે જોડાયેલ દરેક એ વાત જે જાણવા માંગો છો તમે. આ કડીમાં આજે અમે બતાવી રહ્યા છે લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો. 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક લક્ષ્મણ માઘવ ઈનામદાર એક એવા વ્યક્તિ, જેમણે ચાર વર્ષમાં જ દેશભરમાં લગભગ 400 શાળાઓનું નિર્માણ કરાવવામાં વિશેષ ભૂમિકા ભજવી. આ શાળાઓમાં દર વર્ષે હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ શિક્ષા પ્રાપ્ત કરી અને આ જ વિદ્યાર્થીઓમાંથી એક નામ નરેન્દ્ર મોદીનુ પણ છે. તેમની યાદો અને તેમના મહાન કાર્ય અને સમાજસેવાના ભાવની છાપ આજે પણ નરેન્દ્ર મોદીના જીવન પર ઝલકે છે. 
 
આજે ભલે આ નામથી ખૂબ ઓછા લોકો પરિચિત હોય. અહી સુધી કે આરએસએસની નવી પેઢી માટે પણ આ નામ અજાણ્યુ છે.  આરએસએસના વડીલ પ્રચારક કહે છે કે અમારા સમયમાં લોકો લક્ષ્મણ માઘવ ઈનમાદાર વકીલ સાહેનના ઉપનામથી તેમને ઓળખી શકે છે. તેમણે 30થી 35 વર્ષનો સમય ગુજરાતમાં પસાર કર્યો. અહીના એક એક ગામ અને ગલી ગલીથી તે પરિચિત હતા.  ઈનામદાર મૂળ તો મરાઠી હતા પણ તેમણે આખુ જીવન ગુજરાતના લોકોની સેવામાં જ વીતાવ્યો. લગભગ 25 વર્ષની વયે તેઓ ગુજરાતના નવસારીમાં આવી ગયા હતા. 

મોદીએ લખ્યુ સૌથી વધુ પ્રભાવ મારા જીવનમાં બે લોકોનો... 
 
મોદી પર લખેલ પુસ્તક વિકાસ શિલ્પીમાં પેજ નં. 29 માં વકીલ સાહેબનો ઉલ્લેખ મળે છે કે તેઓ મોદીને પોતાના 
પુત્ર જેવો માનતા હતા. એટલુ જ નહી મોદીએ વકીલ સાહેબ પર એક પુસ્તક સેતુબંધ પણ લખી છે. આમ તો નરેન્દ્ર 
મોદી સંઘ જનસંઘ અને ભાજપાના મોટા નેતાઓ અને પદાધિકારીઓને પોતાના પ્રેરણા સ્ત્રોત બતાવે છે. પણ સંઘથી 
જોડાયેલ બે હસ્તિયો લક્ષ્મણ રાવ ઈનામદાર ઉર્ફ વકીલ સાહેબ અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજીનો 
પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધુ થયો. આ જ હસ્તિયોએ મોદીના દ્રષ્ટિકોણ, વિચારધારા અને ખાસ કરીને કામ 
કરવની કલાને પ્રભાવિત કરી છે. વકીલ સાહેબે જ્યા મોદીનો પરિચય સંઘ સાથે કરાવ્યો તો બીજી બાજુ પપ્પાજીએ 
મોદીના શબ્દોમાં કહીએ તો.. તેમને જ સંપૂર્ણ રીતે સમર્પિત થઈને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપી. 
 
જ્યોતિપુંજ પપ્પાજી.
 
સન 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષામાં એક પુસ્તક લખ્યુ હતુ. આ 
પુસ્તકનુ નામ હતુ જ્યોતિપુંજ. પુસ્તકના એક અધ્યાયમાં મોદીએ ડો. પ્રાણલાલ દોષી ઉર્ફ પપાજીને યાદ કરતા 
તેમને પોતાના પ્રેરણા સ્ત્રોત બતાવ્યા છે. પપ્પાજી પ્રત્યે મોદીના મનમાં કેટલુ સન્માન હતુ. તેનો અંદાજ મોદીના આ 
જ શબ્દોથી લગાવી શકાય છે. 

 
દારૂ પીવુ અને જુગાર રમવુ સામાન્ય વાત 
 
જ્યોતિપુંજમાં મોદીએ લખ્યુ છે કે મને યાદ નથી કે પહેલીવાર પપ્પાજીને ક્યારે મળ્યો હતો. હુ એ ક્ષણને યાદ નથી કરી શકે છે.  કારણ કે હું કાયમ તેમની આજુબાજુ રહેતો હતો. તેમની સાથે થયેલ પ્રથમ મુલાકાતથી લઈને તેમના અવસાન સુધી મતલબ હુ અનેક દસકાઓ સુધી તેમની સાથે રહ્યો. આટલા લાંબા સમયમાં પણ તેઓ બિલકુલ બદલાયા નહી. તેમનો વ્યવ્હાર, વિચારધારા અને વ્યક્તિત્વ બધુ જ એવુ જ રહ્યુ.  પપ્પાજીએ કલકત્તામાં ડેંટિસ્ટનો અભ્યાસ કર્યો હતો. 



મોદી આગળ લખે છે કે પપ્પાજી જ્યારે કલકત્તામાં ડેંટિસ્ટનો અભ્યાસ કરી રહ્યા હતા. એ સમયે કલકત્તામાં અભિજાત વર્ગની  બોલબાલા હતી. એ સમયે ક્લબ જવુ.. દારૂ પીવુ અને જુગાર રમવુ સામાન્ય વાતો હતી. આ એ સમય હતો જ્યારે ગુજરાતના રાજકોટમાં પણ કલકત્તાના અનેક ગુણ વિદ્યમાન હતા. આ દરમિયાન પપ્પાજી કલકત્તાથી રાજકોટ આવ્યા અને પ્રેકટિસ શરૂ કરી. પણ તેમણે હંમેશા જ પોતાની જાતને દારૂ-જુગારથી દૂર રાખ્યા હતા. તેમણે ખુદને પૂર્ણ રૂપે સંઘને સમર્પિત કરી દીધા. તેઓ એક શાનદાર વક્તા હતા. તેમની વાતો સાંભળનારાઓના સીધા દિલમાં જઈ બેસતી હતી. 

ઈમરજેંસી દરમિયાન ધરપકડ કરી લીધી 
 
જે સમયે તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીએ લોકતંત્રનુ ગળુ દબાવીને દેશમાં કટોકટી લગાવી દીધી હતી અને લગભગ પુર્ણ દેશ જેલોમાં બદલાય ગયો હતો. આ દરમિયાન પપ્પાજીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને કેટલાક મિત્રોએ કહ્યુ પણ હતુ કે તે તેમની જમાનત કરાવી દેશે. પણ પપ્પાજી આ માટે તૈયાર નહોતા. તેમણે મારા મિત્રો જેલમાં છે તો હુ બહાર કેવી રીતે રહી શકુ છુ. 

ગુજરાતમાં દરેક સ્થાન પર ફેલાયો સંઘનુ કામ 
 
નરેદ્ંર મોદી પોતાની પ્રેરનાના સ્ત્રોત રહેલ ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજીને યાદ કરતા લખે છે. ગુજરાતમાં સંઘના પહેલા પ્રાંત સંઘચાલકના રૂપમાં પપ્પાજીએ આરએસએસનુ કામ રાજ્યના ખૂણે ખૂણે ફેલાવી દીધુ. તે કાયમ કાર્યકર્તાઓ પર ધ્યાન  આપીશુ તો કામ તો આપમેળે જ થઈ જશે. 75 વર્ષની વયમાં પણ તેઓ રાજકોટથી વલસાડના ધર્મપુર સુધીની યાત્રા રાત ભર બસમાં બેસીને કરતા હતા. ત્યા જંગલોમાં આદિવાસીઓ વચ્ચે જઈને તેમની સમસ્યાઓને સમજતા અને તેમનુ સમાઘાન કરાવતા હતા. તેમણે આદિવાસી પરિવારોને પોતાનો પરિવાર બનાવી લીધો. ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસીઓની આખી પટ્ટી પપ્પાજીથી ભાવનાત્મક રૂપે જોડાયેલી હતી. 

 
 

બાળ સ્વયંસેવકમાંથી એક હતા નરેન્દ્ર મોદી 

 
લક્ષ્મણરાવ ઈનામદારને આરએસએસના સ્વંયસેવક પ્રેમથી વકીલ સાહેબ કહેતા હતા. વકીલ સાહેબ એ વ્યક્તિ હતા જેમણે ગુજરાતમાં સંઘની જડો ફેલાવી. 1958માં ગુજરાતના વડનગરમાં કેટલાક બાળ સ્વયંસેવકોને સંઘમાં જોડવામાં અવ્યા હતા.  સંઘમા સામેલ થયેલ આ બાળ સ્વયંસેવકોમાં એક નામ નરેન્દ્ર મોદીનુ પણ હતુ. તેઓ ત્યારે 8 વર્ષના હતા. જો કે બાળ સ્વયંસેવક બનવાના થોડા વર્ષ મોદી લક્ષ્મણરાવ ઈનામદારથી દૂર થઈ ગયા. પણ 1974માં તેઓ એકવાર ફરી તેમના સંપર્કમાં આવ્યા. 

1974માં વકીલ સાહેબે મોદીને કેમ બોલાવ્યા 

મોદીના અધિકારિક જીવનીકાર એમવી કામતે પોતાના પુસ્તક નરેન્દ્ર મોદી ધ આર્કિટેક્ટ ઓફ મોર્ટન સ્ટેટમાં મોદીના હવાલાથી લખ્યુ છે 1974માં નવનિર્માણ આંદોલન દરમિયાન આરએસએસના અમદાવાદ કાર્યાલય હેડગેવાર ભવનમાં વકીલ સાહેબે મને રહેવા માટે આમંત્રિત કર્યો. ત્યા વકીલ સાહેબ લગભગ 12થી 15 લોકો સાથે રહેતા હતા. મારુ રોજનુ કામ પ્રચારકો માટે ચા અને નાસ્તો બનાવવા સાથે શરૂ થતુ હતુ. ત્યારબાદ આખી બિલ્ડિંગમાં લગભગ 8-9 રૂમમાં કચરો વાળતો હતો. હુ મારા અને વકીલ સાહેબના કપડા પણ ધોતો હતો  આ પ્રક્રિયા લગભગ એક વર્ષ સુધી ચાલી.  આ દરમિયાન મારી મુલાકાત સંઘના અનેક નેતાઓ અને પદાધિકારીઓ સાથે થઈ. મોદી વિશે કહેવાય છે કે તેઓ વકીલ સાહેબને આજે પણ નથી ભૂલ્યા.