ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :દુબઈ. , મંગળવાર, 18 ઑગસ્ટ 2015 (14:22 IST)

દુબઈ લઘુ ભારત નથી લધુ વિશ્વ છે - મોદી

દુબઈ
દુબઈ યાત્રા પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત સમારંભમાં પ્રવાસી ભારતીયોને સંબોધીત કરતા કહ્યુ કે દુબઈ ફક્ત લધુ ભારત જ નથી પણ લધુ વિશ્વ પણ છે. પ્રધાનમંત્રીએ ભારતની આર્થિક પ્રગતિમાં દુબઈમાં રહેતા પ્રવાસી ભારતીયોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યુ કે દુબઈમાં રહેતા ભારતવાસીઓના કારણે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યુ છે.  મોદીએ કહ્યુ, "દુબઈ ફક્ત લઘુ ભારત જ નહી લધુ વિશ્વ પણ રહ્યુ છે. દુનિયાના બધા દેશોના લોકો ઓછુ વધુ પ્રમાણમાં દુબઈમાં રહે છે. શુ તાકત બતાવી હશે આ દેશે. શુ મેગ્નેટ રહ્યો હશે. આ દેશમાં કે આખુ વિશ્વ અહી આવવા માંગે છે.  તેમણે કહ્યુ, "કોઈ 10 કોઈ 15 કોઈ 20 તો કોઈ 30 વર્ષથી રોજી રોટી કમાવી રહ્યા છે. પણ સાથે સાથે ભારતના લોકોને પણ વધારવામાં ક્યારેય પાછળ નથી. તમારા વ્યવ્હારને કારણે તમારા આચરણને કારણે હંમેશા ભારત ગૌરવ કરતુ રહ્યુ છે.  ભારતમાં જો વરસાદ પણ પડી જાય તો દુબઈમાં બેસેલો મારો ભાઈ છત્રી ખોલી નાખે છે. 
 
મોદીએ કહ્યુ કે જો ભારતમાં જો કોઈ પ્રાકૃતિક આપદા આવી જાય તો દુબઈમાં બેસેલા ભારતવાસી ચેનથી સૂઈ શકતા નથી.  જ્યારે વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ. દુનિયા ચોંકી ગઈ હતી. કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા હતા. અને રાતો રાત ભારત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતને આર્થિક મુસીબતોમાં ધકેલી દીધુ હતુ ત્યારે વાજપેયીજીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતવાસીઓને આહ્વાન કર્યુ હતુ કે દેશની મદદ કરે.  તેમણે કહ્યુ આજે હુ ગર્વથી કહી શકુ છુ કે વાજપેયીજીના એ આહ્વાન પર હિન્દુસ્તાનની તિજોરી ભરવામાં ખાડી દેશોમાં જે મજુરી કામ કરતા હતા તેમનુ સૌથી મોટુ યોગદાન હતુ. અહી વસેલા દરેક ભારતવાસી એક રીતે હિન્દુસ્તાનના દરેક ખૂણા સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે મોદી 34 વર્ષોમાં દુબઈનો પ્રવાસ કરનારા પ્રથમ પ્રધાનમંત્રી છે. જેનો ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં પણ કર્યો. મોદીએ કહ્યુ. દર અઠવાડિયે હિન્દુસ્તાનમાંથી 700થી વધુ બાઈક અહી આવે છે.  પણ ભારતના પ્રધાનમંત્રીને અહી આવવામાં 34 વર્ષ લાગી ગયા.  કદી કદી મને એવુ લાગે છે કે ઘણા બધા એવા કામ છે જે પહેલાના લોકો મારી માટે છોડી ગયા છે.  ભારત માટે ઘણા બધા કામ બાકી રહ્યા.. સારા કામ મારે માટે છોડી ગયા છે.