વાયુ ને લઈને મુંબઈથી ગુજરાત સુધી હડકંપ, મુંબઈમાં જોવા મળી વાયુની ઝલક

cyclone
Last Updated: બુધવાર, 12 જૂન 2019 (12:44 IST)
અરબ સાગરમાં બનેલ ચક્રવાતી તોફાન વાયુ ગુરૂવારે ગુજરાત સાથે ટકરાશે. મોસમ વિભાગનુ અનુમાન છે કે આ તોફાન ગંભીર ચક્રવતી તોફાનનુ રૂપ લઈ શકે છે. હાલ આ ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતની તરફ ઝડપથી વધી રહ્યુ છે.
cyclone
તોફાન આવવા પહેલા જ તટીય વિસ્તારમાં તેને અસર જોવા મળી છે. મુંબઈ, દમણ-દિવ, વલસાડ, વેરાવળ, પોરબંદર મહુવામાં ઝડપી વરસાદ સાથે હવાઓ શરૂ થઈ છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ 140-150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઇ શકે છે. તેનો લેન્ડફોલ સૌરાષ્ટ્ર તટની નજીક હોવાની અનુમાન છે. હજુ વાવાઝોડું પોતાની હાલની સ્થિતિથી ઉત્તરની તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર કાચા મકાનો અને જર્જરિત બિલ્ડિંગ, અને વીજળી સપ્લાયને અસર થઇ શકે છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
cyclone
ચક્રવાતી તોફાનના ગંભીર પ્રભાવને જોતા NDRFની 36 ટીમો ગુજરાતમાં ગોઠવાઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલમાં પણ બચાવ દળ એક્ટિવ છે.
cyclone
મોસમ વિભાગ મુજબ 100 કિમીની ગતિથી વધી રહેલ વાયુ તુફાન 13 જૂનની સવારે ગુજરાતના પોરબંદર અને મહુવા વિસ્તારમાં તબાહી મચાવી શકે છે. આ તોફાનની ગતિ 120થી 135 કિમી રહી શકે છે.

ગૃહ મંત્રી અમિત શાહે કેબિનેટ સચિવ પીકે સિન્હા સાથે તૈયારીઓની સમીક્ષા કરી છે. ગુજરાત અને દીવ માટે એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. જેમા અને દીવ પ્રશાસનને દરેક વ્યક્તિને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો આદેશ આપ્યો છે.


આ પણ વાંચો :