બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2024 (13:03 IST)

વય માત્ર એક નંબર... 103 વર્ષના દુલ્હા, 49 વર્ષની દુલ્હન (video)

103 year old bride, 49 year old bride
-  103 વર્ષના વડીલે 49 વર્ષની મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા
- સ્વતંત્રતા સેનાની હબીબ નજરના આ ત્રીજા લગ્ન
- વૃદ્ધએ એકલતા  દૂર કરવા  કર્યા  લગ્ન, મહિલાએ વૃદ્ધની સેવા કરવા કર્યા લગ્ન  

મોટેભાગે વડીલોને એવુ કહેતા સાંભળ્યા હશે કે હવે અમારી વય થઈ ગઈ છે. બીજી બાજુ 103 વર્ષના વડીલે ત્રીજા લગ્ન કરીને એ સાબિત કરી દીધુ છે કે વય માત્ર એક નંબર છે. સામાન્ય રીતે લોકો 30થી 35 વર્ષની વયે લગ્ન કરી લે છે. અનેકવાર એવુ થાય છે કે લોકો 50 વર્ષ પછી લગ્ન કરે છે. બીજી બાજુ ભોપાલમાં એક વ્યક્તિએ 103 વર્ષની વયે લગ્ન કરીને સૌને નવાઈમાં નાખ્યા છે. 103 વર્ષના વડીલે 49 વર્ષની મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા છે. શનિવારે આ લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા વડીલ વ્યક્તિ લગ્ન પછી પોતાની બેગમને ઓટો દ્વારા ઘરે લઈ જતા જોવા મળ્યા છે. આ દરમિયાન લોકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે. 
 
ભોપાલના ઈતવારામાં રહેનારા વડીલ હબીબ નજર સ્વતંત્રતા સંગ્રામ સેનાની છે. તેમને વિસ્તારમાં લોકો તેમને વચલા ભાઈના નામથી પણ બોલાવે છે. હબીબ નજર 103 વર્ષના છે. હબીબે વર્ષ 2023માં 49 વર્ષની ફિરોજ સાથે લગ્ન કર્યા, પણ તેમનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હબીબનુ કહેવુ છે કે એકલતા દૂર કરવા તેમને આ લગ્ન કર્યા છે. હબીબ નજર કદાચિત મઘ્યપ્રદેશના સૌથી વધુ વયના દુલ્હા છે. જેમને વયના આ મુકામ પર લગ્ન કર્યા છે. 
 
એકલતા દૂર કરવા કર્યા ત્રીજા લગ્ન... 
સ્વતંત્રતા સેનાની હબીબ નજરના આ ત્રીજા લગ્ન છે. તેમણે જણાવ્યુ મારી વય 104 વર્ષની છે. પત્નીની વય 49 વર્ષની છે.  મેં આ લગ્ન ગયા વર્ષે 2023માં કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન નાસિકમાં 1918 અથવા 1920 માં થયા હતા. આ પછી તેની પહેલી પત્નીનું અવસાન થયું અને તેણે લખનૌમાં બીજા લગ્ન કર્યા. લગભગ દોઢ વર્ષ પહેલા બીજી પત્નીએ પણ આ દુનિયા છોડી દીધી હતી. તેમના ગયા પછી, હું મારી ઉંમરના આ તબક્કે એકલો અનુભવવા લાગ્યો. મારી સેવા કરવા માટે કોઈ નહોતું. આ કારણોસર મેં લગ્ન કરવાનું વિચાર્યું. દરમિયાન, ક્યાંકથી અમને ફિરોઝ જહાં વિશે ખબર પડી. તે પણ એકલી હતી, તેથી અમે લગ્ન કરીને સાથે રહેવાનું નક્કી કર્યું.
 
મહિલાએ કેમ કર્યા લગ્ન 
પોતાનાથી ડબલ વયના વૃદ્ધ સાથે લગ્ન કરવા વિશે ફિરોજ જહાએ જણાવ્યુ મે મારી ઈચ્છાથી લગ્ન કર્યા છે. જો કે પહેલા તેણે આ લગ્ન કરવાની ના પાડી હતી પણ પછી ખબર પડી કે હબીબ નજર વૃદ્ધ છે અને તેમની સેવા કરનારુ કોઈ નથી ત્યારે તેણે આ નિર્ણય લીધુ. આ લગ્નથી ફિરોજ જહા ખૂબ ખુશ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Citizen Of Bhopal