સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 23 નવેમ્બર 2023 (15:52 IST)

16 વર્ષના કિશોરે ₹367 માટે કરી હત્યા: CCTV

60 વાર ચાકુ માર્યા પછી મૃતદેહ પર નાચવાનું શરૂ કર્યું: દિલ્હીમાં 16 વર્ષના છોકરાની 367 રૂપિયાની લૂંટ કરવા હત્યા; ઘટના CCTVમાં કેદ
 
જનતા મઝદૂર કોલોનીમાં થયેલી હત્યાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. ફૂટેજ લગભગ 10.22 વાગ્યાના છે. જ્યારે પોલીસને રાત્રે 11.15 કલાકે ફોન આવ્યો હતો.
 
દિલ્હીમાં 21 નવેમ્બર મંગળવારની રાત્રે જનતા મઝદૂર કોલોનીમાં 16 વર્ષના યુવકે 18 વર્ષના યુવકની હત્યા કરી નાખી હતી.
 
આરોપીએ પહેલા યુવકનું ગળું દબાવ્યું, જેના કારણે તે બેભાન થઈ ગયો. આ પછી આરોપીઓએ યુવકના ગળા પર છરી વડે 60 વાર હુમલો કરી તેની હત્યા કરી નાખી.
 
આરોપી અહીં જ ન અટક્યો, જ્યારે યુવકનું મોત થયું તો તેણે તેની લાશ પર નાચવાનું શરૂ કર્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
 
ઉત્તર દિલ્હી પોલીસના જોય તિર્કીના જણાવ્યા અનુસાર, સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.