શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (15:40 IST)

TMC નેતા સહિત 3 ની ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળ (west bengal)ના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ટીએમસી (TMC) નેતા સ્વપન માંઝીની આજે સવારે ગોળી મારી (firing) હત્યા કરવામાં આવી છે. તેની સાથે અન્ય બે લોકો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટીએમસી નેતા પોતાના ઘરેથી બાઇક પર બે સાથીઓ સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. 
 
પોલીસે જણાવ્યુ કે સવારે બે સ્થાનીય પંચાયત સભ્ય સ્વપન માંઝી, ભૂતનાથ પ્રમાણિક અને ઝંટૂ માંઝી ઘરથી નિકળ્યા હતા . આ બધા દક્ષિણ 25 પરગણા કેનિંગના દેપાલપુર ગ્રામ પંચાયતના ધરમતલા  વિસ્તારના રહેવાસી છે. તે 21 જુલાઈને શહીદ દિવસને લઈને પ્રસ્તુતિ સભામાં ભાગ લેવા માટે લોકોના વચ્ચે પ્રચાર માટે નિકળ્યા હતા. 
 
આ ત્રણેય બાઈક પર સવાર હતા. ત્યારે આ ઘટના સવારે લગભગ 9 વાગ્યે બની હતી,  આ દરમિયાન કેટલાક લોકો મોટરસાઇકલને રોકીને અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા