શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 28 નવેમ્બર 2021 (11:22 IST)

પશ્ચિમ બંગાળમાં સર્જાઇ ભીષણ માર્ગ દુર્ઘટના, ગંભીર અકસ્માતમાં 18નાં મોત તો 5 ઘાયલ

પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી જાણકારી અનુસાર, નદિયામાં એક સડક દુર્ઘટનામાં 18 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. નદિયાના હંસખાલીના ફૂલૂવાડીમાં શનિવારના રોજ મોડી રાત્રે આ ભીષણ દુર્ઘટના ઘટી છે. 
 
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના એવાં સમયે ઘટી કે જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી એક મૃતદેહને લઇને 20થી વધારે લોકો નવદ્રીપ સ્મશાન ઘાટ તરફ જઇ રહ્યાં હતાં. તમામ લોકો એક ખાનગી વાહનમાં હતાં. હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલવાડીમાં વાહન રસ્તાના કિનારે સાઇડમાં ઊભેલા એક ટ્રક સાથે અથડાયું.
 
 નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક
મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.