શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (10:19 IST)

આ રાજ્યની સરકારી શાળામાં ફુટ્યો કોરોનાનો બોમ્બ,એક સાથે 26 વિદ્યાર્થીનીઓ સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

ઓડિશાની સરકારી શાળામાં એક સાથે 26 વિદ્યાર્થીનીઓ કોરોનાની ચપેટમાં પરિસ્થિતીની ગંભીરતાને લઈ વહીવટીતંત્રનો કાફલો શાળાએ પહોંચ્યો સપ્તાહની શરૂઆતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યાં. 
 
ઓડિશાના મયુરભંજમાં શાળાના તમામ 26 વિદ્યાર્થીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાના 259 વિદ્યાર્થીઓ કોવિડ સુપક્ષા પ્રોટોકોલ મુજબ કોવિડ-19 પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને કોરોનાની ગંભીરતાને  ટાળી શકાય. કરંજિયા સબ-કલેક્ટર ઠાકુરમુંડા, બીડીઓ તહસીલદાર અને ડોકટરોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા શાળાએ પહોંચી હતી. કોવિડ-19 અંગે શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે