1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 26 નવેમ્બર 2021 (17:24 IST)

ઉઘમપુરથી છત્તીસગઢ જઈ રહેલી ટ્રેનના 4 કોચમાં લાગી આગ, મઘ્યપ્રદેશમાં મુરૈનાની પાસે થઈ દુર્ઘટના

ઉઘમપુરથી છત્તીસગઢ
પંજાબના ઉઘમપુરથી છત્તીસગઢના દુર્ઘ જઈ રહેલી ટ્રેનમાં શુક્રવારે આગ લાગી ગઈ. જોતજોતામાં 4 કોચ ઘુમાડાથી ઘેરાય ગયા. સારી વાત એ રહી કે બધા મુસાફરો સમયસર ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. તેથી અત્યાર સુધી કોઈને કોઈ પ્રકારનુ નુકશાન થવાના સમાચાર નથી. ટ્રેનને મુરૈના પાસે હેતમપુર રેલવે સ્ટેશન પર રોકવામાં આવી છે. ફાયર બિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.