રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (13:08 IST)

48

સોનૂ સૂદ કોરોના કાળના દરમિયાન લોકોની મદદ કરવામાં ખૂબ સક્રિય રહ્યા. સેક્ડો- હજારો લોકોને તેણે લૉકડાઉનના દરમિયાન ઘરે પહોંચાડ્યા આટલુ જ નહી તેની સાથે તેમના માટે રોજગારની વ્યવસ્થા કરતા 
પણ જોવાયા. સોશિયલ મીડિયા પર સોનૂ ખૂબ એક્ટિવ છે અને મદદ માંગતાને પોતે જવાબ પણ આપે છે. આ દરમિયાન તે મજાકિયા અંદાજમાં ટ્વીટ કરવાથી પણ નથી ચૂકતા. 
 
સોનૂ સૂદનો મજેદાર જવાબ 
એક વાર ફરી આવુ જ કઈક જોવા મળ્યુ જ્યારે એક યૂજરએ સોનૂ સૂદથી અજીબ ડિમાંડ કરી. હકીકતમા% એક યૂજરએ તેનાથી એક કરોડ રૂપિયા માંગ્યા. એક બીજી યૂજરએ તેનાથી આવતી ફિલ્મમાં કામ માંગ્યુ સૂનૂ સૂદએ બન્નેને જ તેમના અંદાજમાં જવાબ આપ્યું. 
 
સોનુ સૂદને ટેગ કરતા યુઝરે લખ્યું - 'સર એક કરોડ દો ના મુઝે ...' જેના પર સોનુ લખે છે, 'માત્ર એક કરોડ? થોડું વધારે માંગ્યું હોત. આ સાથે, તેણે હસવાનું ઇમોટિકોન બનાવ્યું.
એકએ લખ્યું- 'શું તમે મને આગામી ફિલ્મમાં કોઈ રોલ આપશો?' રિયલ લાઈફ હીરો સોનુ લખે છે- 'કોઈને મદદ કરવાથી મોટું કોર્ઈ રોલ નથી. તે રોલ કરી લો, તમારાથી મોટો હીરો કોઈ નથી.