શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કર્ણાટક , શનિવાર, 28 ઑગસ્ટ 2021 (17:45 IST)

મૈસૂર દુષ્કર્મ મામલામાં 5 આરોપીની ધરપકડ, ગૃહ મંત્રીએ પોલીસનો માન્યો આભાર

મૈસુર બળાત્કાર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આજે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું, 'અમારી પોલીસ ટીમે કાર્યક્ષમતા દર્શાવી. હું પોલીસનો આભાર માનું છું.
 
કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદે કહ્યું કે પકડાયેલા પાંચ આરોપીઓ તમિલનાડુના છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક આરોપી સગીર છે અને એક આરોપી ફરાર છે. જોકે, તપાસ ચાલુ છે.
 
ઉલ્લેખનીય છે કે આ મામલો ચર્ચામાં આવતા જ સીએમ બસવરાજ બોમ્મઈએ કડકતા દર્શાવી હતી અને કહ્યું હતું કે અમારી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એટલું જ નહીં, આ મામલાની તપાસ માટે પાંચ ટીમો 
 આવી છે. આ સાથે જ ગુનેગારોને વહેલી તકે પકડવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમારી પોલીસે ભૂતકાળમાં પણ ઘણા કેસોનો પર્દાફાશ કર્યો છે.
 
મૈસુર દુષ્કર્મ કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બધા જ આરોપી તમિળનાડુના રહેવાસી છે અને મૈસૂરમાં મજૂરીકામ કરતા હતા.  આરોપીઓ અહીં ફરવા આવતા હતા. કહેવાઇ રહ્યું છે કે પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે. 24 ઓગસ્ટે રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 
 
વિદ્યાર્થિની પોતાના મિત્રો સાથે મંગળવારે સાંજે ચામુંડી પહાડ પર જઈ રહી હતી. ત્યારે જ ચારેક લોકોએ તેમને રસ્તામાં જ રોકી લીધી અને તેને માર મારીને વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, આરોપીઓએ યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયો વાયરલ ન કરવા માટે 3 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. યુવતીએ પૈસા દઇ શકે તેમ ન હોવાનું જણાવતા તેને આ લોકોએ માર માર્યો હતો. આ પછી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી