શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (21:06 IST)

વર્ષ 2027માં દેશની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે બીવી નાગરત્ના, જાણો તેમના વિશે બધુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક પત્ર પર હસ્તાક્ષર કરવાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલાઓ સહિત નવ નવા ન્યાયાધીશોની ગુરૂવારે નિમણૂક થઈ. ટોચની કોર્ટના નવા ન્યાયાધીશમાં ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી, ન્યાયમૂર્તિ હિમા કોહલી, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર, ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ અને વરિષ્ઠ અધિવક્તા અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ. નરસિંમ્હાનો સમાવેશ છે. 
 
જસ્ટિસ બીવી નાગરત્નાને ચીફ જસ્ટિસ બનાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2027 માં તેઓ એક મહિના માટે આ પદને સાચવશે. સુપ્રીમ કોર્ટને ત્રણ નવા મહિલા જજ મળ્યા. જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ બન્યા. સુપ્રીમ કોર્ટમાં મહિલા જજોની કુલ સંખ્યા હવે ચાર થઈ છે. 
 
કોણ છે જસ્ટિસ બીવી નાગરત્ના ? 
 
વર્તમાનમાં જસ્ટિસ બીવી નાગરત્ના કર્ણાટક હાઇકોર્ટમાં જજ છે. તેઓ વર્ષ 2008 માં કર્ણાટક હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે આવ્યા હતા.  બે વર્ષ પછી તેમને સ્થાયી જજ બનાવી દેવામાં આવ્યા. જસ્ટિસ બીવી નાગરત્ના દ્વારા ઘણા મહત્વના નિર્ણયો આપવામાં આવ્યા છે.  વર્ષ  2012માં જ્યારે કેન્દ્રને બ્રોડકાસ્ટ મીડિયાને નિયંત્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે તે હાઇકોર્ટ એ બેન્ચમાં સ્ટિસ નાગરથના પણ હતા. વર્ષ 2019 માં તેમની બેંચ તરફથી મોટો નિર્ણય આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે મંદિર એક "વ્યાપારી સંસ્થા" નથી અને તેના કર્મચારીઓ પણ ગ્રેચ્યુઇટીના હકદાર નથી. 
 
કેવુ રહ્યુ કરિયર ? 
જસ્ટિસ બીવી નાગરત્નાના કરિયરની વાત કરીએ તો તેમણે વકીલ તરીકેનુ કરિયર કારકિર્દી વર્ષ 1987 માં શરૂ કર્યુ  હતુ.  તેમના તરફથી સંવૈધાનિક અને વાણિજ્યિક કાયદાના વિષય પર પ્રેકટિસ શરૂ કરવામાં આવી હતી.  તેમણે પુરા 23 વર્ષ સુધી વકીલાત કરી હતી અને ત્યારબાદ જજની ભૂમિકા ભજવી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2027 માં તે દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે. હાઈકોર્ટના ન્યાયાધીશોની વરિષ્ઠતાના સંદર્ભમાં તેઓ હાલમાં 33 મા ક્રમે છે. જો ભારત સરકાર દ્વારા તેમના નામ પર ફાઈનલ મોહર લગાવી દેવાશે તો 23 સપ્ટેમ્બર 2027 થી 29 ઓક્ટોબર 2027 સુધીમાં તેઓ હોદ્દો સંભાળી શકે છે.