શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :જયપુર: , શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (13:06 IST)

Rajasthan: CM Ashok Gehlot ની તબિયત બગડી, હોસ્પિટલમાં કર્યા એડમિટ

રાજસ્થાન(Rajasthan)ના સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot Admitted In Hospital) ની તબિયત બગડી ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી.
 
સીએમ ગહલોત હોસ્પિટલમાં દાખલ થયા 

 
મુખ્યમંત્રી ગહલોત (Ashok Gehlot) એ ટ્વીટ કર્યુ, ગઈકાલથી પોસ્ટ કોવિડ ઈફેક્ટને કારણે મારી તબિયત બગડી છે. મારી છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. એસએમએસ હોસ્પિટલમાં સીટી Angio કરાવ્યો છે. એજિયોપ્લાસ્ટી કરવામાં આવશે. મને ખુશી છે કે મારી સારવાર એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે. હુ ઠીક છુ અને જલ્દી પરત આવીશ. આપ સૌની પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે.