શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (18:44 IST)

કોરોનાથી મરનારાઓના પરિવારના સભ્યોને મળશે 50000 રૂપિયા, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું

કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50,000 રૂપિયાની v રકમ વળતર તરીકે મળશે. જોકે, સરકારે એમ પણ કહ્યું કે આ રકમ રાજ્ય સરકાર આપશે. સરકારે કોર્ટને એમ પણ કહ્યું હતું કે માત્ર પહેલા થયેલા મૃત્યુ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ કોરોનાથી મોત થશે તો વળતર ચૂકવવામાં આવશે.
 
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે એનડીએમએ એ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની અનુગ્રહ રાશિ માટે ભલામણ કરી છે, જેમાં દરેક મૃત્યુ માટે 50,000 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે રાહત કાર્યમાં સામેલ લોકોને પણ વળતર આપવામાં આવશે, સરકારે કહ્યું કે જો મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના છે, તો મૃતકના સગાને પણ સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોના પીડિતોના પરિવારોને રાજ્ય આપત્તિ પ્રતિસાદ ભંડોળમાંથી  વળતર સહાય આપવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં વળતરની રકમને લઈને ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. વિવિધ અરજીઓની સુનાવણી કરતા પહેલા કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારે પહેલા જ કહી દીધુ હતુ કે તે કોરોનાથી થનારા દરેક મોત પર પરિજનોને ચાર ચાર લાખ રૂપિયાનુ વળતર આપી શકતી નથી. જો કે કોર્ટે પણ સરકારને આ વાત પર સહમતિ બતાવી હતી અને વચ્ચેનો રસ્તો કાઢવા માટે કહ્યુ હતુ.