1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 25 જૂન 2023 (11:34 IST)

બંગાળમાં બે માલગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર

રવિવાર, 25 જૂન 2023 ના રોજ, બીજો મોટો રેલ અકસ્માત થયો. પશ્ચિમ બંગાળના બાંકુરા પાસે રવિવારે વહેલી સવારે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બંને માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ભયાનક ટ્રેન દુર્ઘટના રવિવારે પશ્ચિમ બંગાળના ઓંડા સ્ટેશન પર બની હતી.
 
એક માલગાડી બાંકુરાના ઓંડા સ્ટેશનની લૂપ લાઇન પર બિષ્ણુપુર તરફ ઉભી હતી. આ દરમિયાન બાંકુરાથી વિષ્ણુપુર જતી અન્ય એક માલગાડી લૂપ લાઇનમાં ઘૂસી ગઈ હતી અને પાછળથી ઉભેલી માલગાડીને ટક્કર મારી હતી. ટ્રેનની સ્પીડ વધુ હોવાને કારણે તેનું એન્જીન બીજી ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું હતું અને ઘણા કોચ પણ પલટી ગયા હતા. તે જ સમયે, લગભગ 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે અને એક ડ્રાઇવર ઘાયલ થયો છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી બંને કારચાલકોને બચાવી લીધા હતા.