રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (16:04 IST)

Gulmarg: ગુલમર્ગમાં હિમસ્ખલનથી વિદેશી પર્યટકનું મોત, એક હજુ લાપતા, ભારે તબાહીનો ભય

બરફના તોફાન અને હિમપ્રપાતને કારણે આક્રોશ
બરફના તોફાન બાદ વિદેશી પ્રવાસી ગુમ
બે પ્રવાસીઓને જીવતા બચાવી લેવાયા હતા
 
Gulmarg:- જમ્મૂ કશ્મીર  (Jammu and Kashmir)ના ગુલમર્ગમાં બરફના તૂફાન અને  હિમસ્ખલનથી હોબાળો મચી ગયુ છે. ન્યુઝ એજંસી ANI ના મુજબ હિમસ્ખલનથીમાં ત્રણ વિદેશીઓ ફંસાયા છે. તેમાંથી એકની મોત થઈ ગઈ અને એક ઈજાગ્રસ્ત થઈ ગયુ છે. એક પર્યટક અત્યારે પણ લાપતા છે. DDMA બારામુલાએ આ જાણકારી આપી છે. 
 
જણાવીએ કે ગુલમર્ગમાં અસમય આવેલા બરફના વાવાઝોડાએ હવામાનનો સમગ્ર પ્રવાહ બદલી નાખ્યો છે. ખુશનુમા વાતાવરણ બાદ અચાનક આફત આવવાની સંભાવના છે.
 
ઘાટીમાં થઈ રહી છે  હિમ વર્ષા 
ઘાટીના કૂપવાડા, હંદવાડા અને સોનમર્ગ વિસ્તારોમાં પણ બરફ પડી રહ્યો છે. ખીણમાં આગામી કેટલાક કલાકો સુધી વરસાદ ચાલુ રહેવાની પણ સંભાવના છે. છેલ્લા કેટલાક કલાકોમાં અનેક ફૂટ હિમવર્ષા થઈ છે.

Edited By-Monica sahu