રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (09:25 IST)

Barabanki Accident: હરિયાણાથી બિહાર જઈ રહેલી બસ સાથે અયોધ્યામાં મોટો અકસ્માત, 18 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 18 લોકોનું કરૂણ મોત નીપજ્ય . જિલ્લાના રામસનેહી ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર એક પૂર ઝડપી ટ્રકે ડબલ ડેકર બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 19 લોકો ઘાયલ થયાં હતાં. તમામ ઇજાગ્રસ્તોને લખનૌ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. આ દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બસ હરિયાણાથી બિહાર તરફ જઇ રહી હતી.
 
 બસ ખચોખચ ભરેલી હતી 
 
આ અકસ્માત બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં સવાર 150 મુસાફર હતા. ખરેખર, એક બસ રસ્તામાં બગડી હતી, જેનાનો મુસાફરો પણ આ બસમાં આવી ગયા હતા. બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની એક્સેલ તૂટી ગઈ હતી, તેથી ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી. આ પછી મુસાફરો નીચે ઊતર્યા હતા. કેટલાક મુસાફરો બસની નીચે તેમજ કેટલાક બસની આસપાસ સૂઈ ગયા હતા. એ દરમિયાન મોદી રાત્રે સાડાઅગિયાર વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રેલરની અડફેટે આવતાં લગભગ 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં.