રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 ઑક્ટોબર 2023 (10:40 IST)

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, 59 લોકો સાથે બસ ખીણમાં ખાબકી, અનેકના મોત

તમિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા હતા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
 તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. 
 
સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.