રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (13:42 IST)

અમદાવાદના વસ્ત્રાલની હોટલના રૂમમાં અંગતપળો માણતી વખતે યુવતી સાથે આવેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

એક યુવક-યુવતી એકસાથે વસ્ત્રાલની એક હોટલના રૂમમાં ગયા હતા, જો કે યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટએટેક આવતા ગભરાઈ ગયેલી યુવતી તેને મૂકીને નાસી છૂટી હતી. થોડા સમય પછી રૂમમાંથી યુવક બહાર નહીં નીકળતા હોટલના સ્ટાફે તપાસ કરતા યુવક બેડ પર પડેલો મળી આવ્યો હતો. શરૂઆતમાં યુવકની હત્યા થઈ હોવાની ચર્ચા જાગી હતી જો કે રામોલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનુ બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં બુધવારે બપોરે એક યુવક અને યુવતી આવ્યાં હતાં અને રૂમ લીધો હતો. થોડીવાર બાદ યુવતી હોટલમાંથી ગભરાયેલી હાલતમાં નીકળી ગઈ હતી. જો કે યુવક રૂમમાંથી બહાર નીકળ્યો નહોઈ હોટલના સ્ટાફે રૂમમાં જઈને તપાસ કરતા રૂમના બેડ પર યુવક પડેલો જણાયો હતો. આ અંગે રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસટીમ દોડી આવી હતી. શરૂઆતના તબક્કે યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા ઊભી થઈ હતી.જો કે પોલીસે લાશને સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી જયાં તબીબોની ટીમે હાથ ધરેલી પ્રાથમિક ઈન્વેસ્ટિગેશનમાં યુવકનુ હાર્ટએટેક આવવાની મોત થયું હોવાનુ જાણવા મળ્યું હતુ.

યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા છે. પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી (ઉ,32 રહે. રખિયાલ) તરીકે કરી છે. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે નાની વયના યુવકોમાં હાર્ટએટેક આવવાન મોત થવાની અનેક ઘટનાઓ એક પછી એક નોંધાઈ રહી છે. તાજેતરમાં ક્રિકેટ રમતા તેમજ ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યાના અહેવાલ બાદ વધુ એક ઘટના નોંધાઈ છે.