ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (16:25 IST)

17 વર્ષની છોકરીએ માતા-પિતાથી છુપાઈને યુટ્યુબ જોઈને આપમેળે કરી ડિલીવરી

એક 17 વર્ષની છોકરીએ તેના ઘરે જ બાળકને જન્મ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે છોકરીએ યુ-ટ્યુબમાં જોઈને બાળકની ડિલિવરી કરાવી છે. 
 
તમે સાંભળ્યું હશે કે કોઈ વાનગીની રેસિપી જોવા માટે યુટ્યુબ વીડિયોની મદદ લેવામાં આવે છે, પરંતુ આ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે કે એક ગર્ભવતી છોકરી પોતાની ડિલિવરી માટે યુટ્યુબ વીડિયો જોઈને બાળકને જન્મ આપે છે.
 
આવો કિસ્સો સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ઘટના કેરળના મલપ્પુરમની છે. અહીં એક 17 વર્ષની છોકરી તેના બોયફ્રેન્ડ સાથે કથિત શારીરિક સંબંધ બાદ ગર્ભવતી બની હતી.
 
તેના માતા-પિતાને પણ આ વાતની જાણ નહોતી. આશ્ચર્યજનક વાત એ છે કે નવ મહિના સુધી તેણે પોતાની પ્રેગ્નન્સી સિક્રેટ રાખી હતી. વાસ્તવમાં, સગર્ભા છોકરી માટે તે સરળ હતું કારણ કે તેના માતાપિતા દૃષ્ટિહીન છે. પરંતુ તેની સામે સૌથી મોટી સમસ્યા તેના બાળકને જન્મ આપવાની હતી.
 
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો જિલ્લાના કોટ્ટક્કલ પોલીસ સ્ટેશનનો છે. યુવતીએ 20 ઓક્ટોબરે પોતાના ઘરે યુટ્યુબ જોઈને બાળકને જન્મ આપ્યો હતો. આ પછી તેણે બાળકની નાળ પણ કાપી નાખી. તેની ડિલિવરી માટે તેણે બહારથી કોઈ મદદ લીધી ન હતી.