સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દહેરાદૂન. , શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (22:37 IST)

ચારધામ યાત્રા પર લાગેલી રોક હટાવ્યા પછી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત સિહ તીર્થમાં પણ શ્રદ્ધાળુઓ આવવા શરૂ

ચારઘાર યાત્રા પર લાગેલી રોક હટાવ્યા પછી બદ્રીનાથ ધામમાં શનિવારે 335 શ્રદ્ધાળુઓ પહોચ્યા. દેવસ્થાનમ બોર્ડ પરથી મળતી માહિતી મુજબ જિલા પ્રશાસન દ્વારા ચારધામ યાત્રા માટે બધી વ્યવસ્થા કરવામાં આવી છે.  શાસન દ્વારા રજુ એસઓપીનુ સંપૂર્ણ રીતે પાલન કરાવવામાં આવી રહ્યુ છે.  બધા શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટેસિંગ અને માસ્ક પહેરવો અનિવાર્ય કરવામાં આવ્યો છે.
 આ ઉપરાંત ચમોલી જિલ્લાના શીખ યાત્રાધામ હેમકુંડ સાબના દરવાજા પણ આજે ખોલવામાં આવ્યા હતા.
ચારધામ યાત્રાની સાથે સમુદ્રતટથી 4329 મીટરની ઊંચાઈ પર આવેલ પાંચમુ ધામ હેમકુંડ સાહેબના કપાટ ખોલ્યા બાદ 100 શ્રદ્ધાલુઓએ હેમકુંડ સાહેબના દરબારમાં માથુ નમાવ્યુ.  હેમકુંડ ગુરુદ્વારા વ્યવસ્થાપક સમિતિના ઉપાધ્યક્ષ નરેન્દ્રજીતસિંહ બિન્દ્રાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા યાત્રાની સમાપ્તિની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.અમારો પ્રયાસ છે કે યાત્રાને વધુમાં વધુ ભક્તો માટે ખુલ્લી રાખવી. હેમકુંડ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ ઋષિકેશ ગુરુદ્વારાની ટ્રસ્ટ ઓફિસમાં નોંધણી કરે અને પાસ લઈને જ નીકળે. 
હેમકુંડ સાહિબ પહોંચવા માટે ભક્તોએ બરફીલા રસ્તા પરથી પસાર થવું પડે છે. કેદારનાથ ધામની યાત્રાના પહેલા દિવસે 452 ભક્તો કેદારનાથ ધામ પહોંચ્યા. તેમાં 22 સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. યાત્રાળુઓની અવરજવરથી વીરાન થયેલા બજારોમાં રોનક આવી છે.  કેદાર ઘાટીના 80 ટકા લોકોની આજીવિકા ચારધામ યાત્રા પર નિર્ભર છે.
 
6 મહિના યાત્રામાં કામ કર્યા બાદ, અહીના લોકો આખુ વર્ષ ગુજરાન ચલાવે છે. યાત્રા ખુલતાની સાથે જ વાહનચાલકો, દંડી-કંડી, ઘોડા-ખચ્ચર, ઢાબા, હોટલના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.  કેદારનાથ ધામમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સિક્સ સિગ્મા ટીમ દ્વારા ડોકટરો મોકલવામાં આવ્યા છે દર્શન માટે આવતા ભક્તોને ડોકટરોની સલાહ છે કે તેઓ કેદારનાથ ધામમાં ગરમ કપડાં અને જૂતા પહેરીને ધામમાં પહોંચે. સાથે જ ખાલી પેટ યાત્રા ન કરો. 
 
સાઠે દંપતિ કોરોનામાં યાત્રા ખુલ્યા પછી ગંગોત્રી ધામમાં મા ગંગાના દર્શનનુ સૌભાગ્ય મેળવનારા પહેલા યાત્રાળુ બનીને ખૂબ ખુશ જોવા મળ્યા. ઈંદોર મઘ્યપ્રદેશ નિવાસી બીએમ સાઠે (79 વર્ષ)અને તેમની પત્ની વર્ષા શોભા સાઠે શનિવારે ધામ ખોલવાના પહેલા દિવસે ગંગોત્રી ધામ પહોચ્યા. સાઠે દંપત્તિએ કહ્યુ કે ગંગોત્રી ધામમાં સ્વર્ગની અનુભૂતિ થઈ રહી છે. અમે  પ્રાર્થના કરી છે કે વધુથી વધુ શ્રદ્ધાલુ મા ગંગાના દર્શન કરી શકે. બી.એમ. સાઠે 20 વર્ષ પહેલા કૃષિ વિભાગમાં મદદનીશ નિયામક પદે પરથી રિટાયર થયા હતા.