1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બાંકુરાઃ , સોમવાર, 20 નવેમ્બર 2023 (22:20 IST)

મેચ જોઈ ઘેર આવી પંખે લટક્યો યુવાન

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ થયેલા એક યુવકે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવક માત્ર 23 વર્ષનો હતો. યુવકની ઓળખ રાહુલ લોહાર તરીકે થઈ છે અને તે ક્રિકેટનો પ્રશંસક હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હાર સ્વીકારી શક્યો ન હતો અને ડિપ્રેશનના કારણે તેણે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેના પરિવારનો દાવો છે કે ભારતની હારને કારણે રાહુલે આત્મહત્યા કરી છે.

 
ઓસ્ટ્રેલિયા સામે હારી ટીમ ઈન્ડીયા 
ઉલ્લેખનીય છે કે વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. તેણે 137 રન બનાવ્યા હતા. તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ એકંદરે છઠ્ઠું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.
 
ઉલ્લેખનીય છે કે ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો. શરૂઆતમાં ભારતીય ટીમે 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતીય બેટ્સમેનો પર દબાણ આવી ગયું અને જેના કારણે તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં.
 
ભારત તરફથી રોહિતે 47 રન, વિરાટ કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે સારી ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી.