બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (20:32 IST)

અમદાવાદમાં વર્લ્ડકપની પાંચ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન ક્રિકેટ પ્રેમીઓની પ્રથમ પસંદ બની, જાણો કેટલી આવક થઈ

અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં મોદી સ્ટેડિયમમાં લાખો દર્શકો ઉમટ્યા હતાં. આ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે અમદાવાદની AMTS અને BRTS સહિત મેટ્રો ટ્રેન દર્શકો માટે પ્રથમ પસંદગી બની હતી. ખાનગી વાહનો માટે પાર્કિંગ માટે વ્યવસ્થા કરાઈ હોવા છતાં લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો.

લોકોએ વાહનને સ્ટેડિયમ તરફ લઈ જવાને બદલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કર્યો હતો.અમદાવાદમાં રમાયેલ 5 મેચ દરમિયાન મેટ્રોમાં કુલ 4,81,779 લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા 82,97,798 જેટલી આવક થઈ. જેમાં સૌથી વધુ 14 ઓક્ટોબરે રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી હતી. અમદાવાદમાં પાંચમી ઓક્ટૉબરે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન 93,742 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જેના કારણે મેટ્રોને 13,73,634 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 14મી ઓક્ટોબરે રમાયેલી મેચ દરમિયાન 1,12,594 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેથી મેટ્રોને 20,27,167 રૂપિયાની આવક થઈ હતી. એજ પ્રમાણે 4 નવેમ્બરે 1,01,996 લોકોએ મુસાફરી કરતાં 16,56,502 આવક થઈ હતી,10 નવેમ્બરે 66,488 લોકોએ મુસાફરી કરતા 9,02,288 રૂપિયાની આવક થઈ હતી. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચના દિવસે 106959 લોકોએ મુસાફરી મેટ્રોને 2338207 ની આવક થઈ હતી.